હવે નક્કી ગુજરાતનું આવી બન્યું, અનરાધાર વરસાદ પાડવાની અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી ધ્રુજાવે એવી આગાહી, કોની આગાહી પડશે સાચી?
ગુજરાતના વાતાવરણમાં આજથી એકાએક પલટો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સવારથી જ વાતાવરણમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા છે. તો ઘણા બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ જોવા મળ્યો છે. આગામી પાંચ દિવસ ભારે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન ખાતાએ મોટી આગાહી વ્યક્ત કરી છે. માહિતીને વધુમાં વધુ શેર કરજો.
પ્રથમ હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો હવામાન ખાતાના ડાયરેક્ટર મનોરમાં મોહંતી દ્વારા ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ મોન્સૂન એક્ટિવિટીને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.
તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં સક્રિય થયેલ લો પ્રેશર સિસ્ટમ હવે 27 અને 28 જૂને ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે જેને કારણે તે ચોમાસાની ગતિમાં વધારો કરી શકે છે. આ વર્ષે ચોમાસાની પેટર્નમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે. આગામી પાંચ દિવસમાં દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદને લઈને ભારે એલર્ટ આપવામાં આવ્યું છે.
આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી પાંચ દિવસમાં ચોમાસુ સમગ્ર ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસી જશે. દક્ષિણ ગુજરાતમાં અને ત્યારબાદ દક્ષિણ સૌરાષ્ટ્રથી ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારેથી અતભારે વરસાદ પડશે જેને લઈને હવામાન ખાતા અને અંબાલાલ પટેલે અલગ અલગ આગાહી વ્યક્ત કરી છે. હવે આવનારો સમય નક્કી કરશે કોનું અનુમાન સાચું પડે છે.
અંબાલાલ પટેલની આગાહી પર એક નજર કરીએ તો 27 જૂનથી 4 જુલાઈમાં ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોકે ડાંગ, નવસારી, સુરત, વલસાડ, ભરૂચ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભયંકર તોફાની વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે થઈ શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે નર્મદા અને તાપી પણ બે કાંઠે થવાની આગાહી આપી છે.