હવે નક્કી માર્યા, અરબી સમુદ્રમાં સક્રિય થતા તોફાની વાવાઝોડાંના માર્ગને લઈને અંબાલાલ પટેલે કરી ટાંટિયા ઢીલાં કરે એવી આગાહી, રાજ્યનો આ ભાગ થશે સાફ…
સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં માધ્યમ વરસાદ પડી રહ્યો છે. હાલ ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ફરી એકવાર ગુજરાતમાં તીવ્ર વરસાદી માહોલ સક્રિય થયો છે. હજુ પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા અને નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિમાં હવે ઓક્ટોબર મહિનામાં ચક્રવાતને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનાની આ તારીખે અરબી સમુદ્રમાં એક ઘાતક તોફાની ચક્રવાત સક્રિય થશે. જેની સિદ્ધિ અસર ગુજરાત ઉપર જોવા મળશે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં પણ સારા વરસાદના યોગ વ્યક્ત કર્યા છે. તો તેમણે એમ પણ જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું છે.
ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ યથાવત રહેશે જેને કારણે કોટનની ગુણવત્તામાં ઘટાડો થઈ શકે છે. તો કેટલાક બીજા પાકોને નુકસાની થશે તેવું પણ તેમણે અનુમાન લગાવ્યુ છે. ઓક્ટોબર મહિનાની વાત કરવામાં આવે તો 10 ઓક્ટોબર પછી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેમાં મોટી હલચલ જોવા મળશે. બંગાળની ખાડી તો વલોવાતી હોય તેવું લાગશે.
આ હલચલ બાદ ઓક્ટોબર મહિનાની 17 થી 18 તારીખ આજુબાજુ અરબી સમુદ્રમાંથી ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ પડવાની અંબાલાલ પટેલ દ્વારા મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ તારીખોમાં સક્રિય થતા ચક્રવાતની તીવ્રતા ખૂબ જ વધારે રહી શકે છે. ગુજરાતના તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી નુકસાની કરી શકે છે તો કેટલાક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઇ શકે છે.
અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનામાં ચક્રવાત માટે અનુમાન લગાવતા જણાવ્યું છે આ વાવાઝોડાની 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનો ગુજરાત માટે ખૂબ જ ભારે રહી શકે છે. આ વાવાઝોડાની માર્ગ સૌરાષ્ટ્ર અને ઓમાન તરફ રહી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધારે ભારે અસર થશે.આ માહિતીને આગળ મોકલ જો.