હવે નક્કી પૂરબામાં મોરનું વાહન મચાવશે તબાહી, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની અંબાલાલની રુવાડાં ઊભા કરે એવી આગાહી…

ગુજરાતમાં આજથી જ ચોમાસુ ફરી સક્રિય થયું હોવાના સમાચાર સામે આવ્યા છે, તમને જણાવી દઈએ કે સૂર્યનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ નિજ શ્રાવણ સુદ-15, ગુરૂવારને તારીખ 31/08/2023ના રોજ થયો હતો. સૂર્ય જ્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે વાહન મયુર એટલે કે મોરનું છે. આ વર્ષે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર (પૂરબા)માં વરસાદના સારા યોગ દેખાઈ રહ્યા છે. તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું જોવા મળ્યું છે. શરૂઆતના બે મહિનામાં ચોમાસાએ સરેરાશ વાર્ષિક 90% થી વધારે વરસાદ ગુજરાતમાં વરસાવ્યો છે. પરંતુ ઓગસ્ટ મહિનો સંપૂર્ણ રીતે કોરો ધાકડ જોવા મળ્યો છે. ગુજરાતના ખેડૂતો હવે વરસાદની રાહ જોઈને બેઠા છે. સમગ્ર રાજ્યમાં 75% થી વધારે હેક્ટરમાં ચોમાસુ વરસાદ હેઠળ ખેતી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં અંબાલાલે 4 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં સારા વરસાદના એંધાણ આપ્યા છે.

હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં મોરનું વહન ગુજરાતમાં ભારે વરસાદનું વહન લઈને આવશે તેવી મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની વરસાદની આગાહી સાંભળીને ખેડૂતોમાં થોડી રાહત જોવા મળી રહી છે. તેમને જણાવ્યું છે કે 6 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમો ડિપ્રેશનમાં ફેરવાશે, જેને કારણે ગુજરાતમાં ભારે વરસાદનું વહન આવી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર 6 થી 12 સપ્ટેમ્બર ની વચ્ચે બંગાળની ખાડીમાં ભારે સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો અમદાવાદ, ખેડા, નડિયાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, મહિસાગર, પાટણ, દેવભૂમિ દ્વારકા, કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે, આગામી સમયમાં દેશમાં સારો વરસાદ થઈ શકે છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 10-15 સપ્ટેમ્બર અરબ સાગરમાં લો પ્રેશર બનશે. સપ્ટેમ્બરમાં ચોમાસા જેવા વરસાદની સંભાવના છે. 4થી 10 સપ્ટેમ્બર ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *