હવે ગુજરાતીઓ માર્યા સમજો, ગુજરાતના આ ભાગોમાં 18 થી 20માં ભારે પવન સાથે તોફાની વરસાદ પડવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી…
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 160 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે હવે આગામી પાંચ દિવસ રાજ્યમાં આ વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આ જિલ્લાઓમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 45 ટકા વરસાદ પડી ચૂક્યો છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.
બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ વેલમાર્ક સિસ્ટમને કારણે ગુજરાત અને મધ્ય પ્રદેશમાં તીવ્ર વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે અરબી સમુદ્રમાં પણ અપર એર સાયક્લોનિક સિસ્ટમ ઉત્પન્ન થવા જઈ રહી છે. જેને કારણે આ બંને સિસ્ટમો એકબીજા સાથે ભેગી થઈને ભયંકર વરસાદી માહોલ ઉત્પન્ન થઈ શકે છે. જેને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા 18 જૂનથી 20 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે આભ ફાટે તેવા ભારે વરસાદને લઈને મોટી સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જેને કારણે ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 19 તારીખથી 21 તારીખ સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
19 અને 20 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં આભ ફાટે તેવો વરસાદ પણ પડી શકે છે. 18 જૂને કચ્છમાં ભારે વરસાદને કારણે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે NDRFની ટીમોને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે.
રાજ્ય માટે આગામી પાંચ દિવસ ખૂબ જ ભારે રહેશે, જેને લઇને હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા મોટી સાવચેતી આપવામાં આવી છે. આગાહી મુજબ 18 થી 20માં ડાંગ, વલસાડ, સુરત, નવસારી, વાપી, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે.