હવે ગુજરાતનું આવી બન્યું, આ તારીખથી મેઘરાજા મચાવશે તબાહી, અંબાલાલ પટેલે વરસાદની કરી ભયાનક આગાહી…

ચોમાસામાં પણ ઉનાળાની ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં વરસાદ થયો નથી. વરસાદના વિરામથી લોકો પરેશાન થઇ ગયા છે. સિસ્ટમ બની પરંતુ ગુજરાત સુધી આવી નહીં, જેના કારણે વરસાદ થયો નથી. વરસાદ ખેંચાતા ખેડૂતોએ પિયત શરુ કરી દીધું હતું. જોકે, જુલાઈના વરસાદે ઓગસ્ટમાં રંગ રાખ્યો હતો. કેમ કે, કૂવા નવા નીરથી છલકી ગયા હતા. જેથી ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા પિયત થઇ શક્યું છે.

ઓગસ્ટમાં અલનીનોની અસર જોવા મળી છે. ઓગસ્ટ મહિનો કોરો રહ્યો છે, પરંતુ હવે સપ્ટેમ્બરમાં શું થશે? તેની પણ ચિંતા કરવામાં આવી રહી છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે, સપ્ટેમ્બરમાં બે સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે, ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે. પરંતુ સપ્ટેમ્બરમાં વરસાદ આવાની આશા છે. કારણ કે બંગાળના ઉપસાગર પર એક ગજબની સિસ્ટમ બની રહી છે. 4થી 10 સપ્ટેમ્બર સુધીમાં મજબુત સિસ્ટમ બની જશે. 4થી 7 સપ્ટેમ્બરમાં ઓડીસા, ઝારખંડ સહિત પૂર્વ ભારતના વિસ્તારમાં ભારે વરસાદ થશે.

કેટલાક ભાગમાં પૂર આવશે.સિસ્ટમના કારણે સપ્ટેમ્બરની શરુઆતમાં જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 7થી 10 સપ્ટેમ્બરના ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ લાવશે, તેવી આશા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, વરસાદ મોડો-મોડો પણ આવશે.

બંગાળની ખાડીમાં સક્રિય થયેલા આ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં જ ભારે વરસાદનું વહન આવી શકે છે. અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે લોટરી લગાડે તેવી આગાહી વ્યક્ત કરી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *