હવે નક્કી ભાદરવો ભરપૂર! કેવો/કેટલો વરસાદ પડશે? કેટલી સિસ્ટમ? શું કોઈ મોટી હોનારત થશે? અંબાલાલ પટેલની આભ ફાડે એવી આગાહી…

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં 93% થી વધારે વરસાદ પડી ગયો હતો. આ વર્ષે જૂન અને જુલાઈ મહિનામાં ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા હતા. તો કેટલાક વિસ્તારોમાં મોટી તારાજી પણ સર્જાઇ હતી. તો અધિક અને મુખ્ય શ્રાવણ માસમાં ગુજરાતમાં વરસાદે વિરામ આપ્યો હતો. પરંતુ ત્યારબાદ હવે ભાદરવા મહિનામાં ફરી એકવાર મેઘરાજા મનમુકીને વરસશે. આ વર્ષે ભાદરવા મહિનામાં કેવો કેટલો વરસાદ પડશે? કેટલી સિસ્ટમો સક્રિય થશે? તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવી નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં સક્રિય થયેલ વેલમાર્ક સિસ્ટમને કારણે આ વર્ષે ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદની શક્યતાઓમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભાદરવા મહિનામાં 15 થી 20 સપ્ટેમ્બર સુધીમાં અનરાધાર વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભાદરવા મહિનાની આ પ્રથમ સિસ્ટમ સક્રિય થશે. આ વર્ષે ભાદરવા મહિનામાં અત્યંત ભારે આપત્તિનો વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.

સામાન્ય રીતે ભાદરવા મહિનામાં ધમધોકાર તડકાઓ પડતા હોય છે અને ગરમીનું પ્રમાણ પણ વધારે હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું છે. જેને કારણે અંબાલાલ પટેલે આ વર્ષે ભાદરવા મહિનામાં આપત્તિના જળબંબાકાર કરે તેવા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેને કારણે ખેડૂતોમાં હાલચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાદરવા મહિનામાં કેટલાક વિસ્તારોમાં 20 થી 25 ઇંચ વરસાદ પણ પડી શકે છે.

16 તારીખથી જ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તીવ્ર રીતે સક્રિય થશે જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, રાજકોટ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, અમદાવાદ, ખેડા, નડિયાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ સહિતના વિસ્તારોમાં ભાદરવા મહિનામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માહિતીને આગળ મોકલ જો હો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *