હવે નક્કી આ જિલ્લા વાળા માર્યા સમજો, એકસાથે 25 થી 30 ઇંચ વરસાદ પડવાની અંબાલાલ પટેલની ઘાતક આગાહી…

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 125થી વધારે તાલુકાઓમાં 100mm થી વધારે વરસાદ નોંધવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા નદી ગાંડીતુર બની છે. સરદાર સરોવર ડેમના 23 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. અને હાલ 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે ભરૂચ, ઝઘડિયા અને નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના આ જિલ્લાઓમાં 25 થી 30 ઇંચ વરસાદ ખાબકવાની છાતીના પાટિયા પાડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડી માંથી સક્રિય થયેલ સિસ્ટમ વેલમાર્ક કેટેગરીમાં પહોંચી ગઈ છે. જેમ જેમ ગુજરાત નજીક આ સિસ્ટમ આવી રહી છે. તેમ તેમ પોતાનું રોદ્ર અને ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. હાલ આ સિસ્ટમની સ્થિતિની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર સક્રિય છે. આ સિસ્ટમ ધીમે ધીમે સંપૂર્ણ ગુજરાતને આવરી લેશે તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે.

ગુજરાતના મોટા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે સુરત, ડાંગ, વાપી, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય દાહોદ, મહીસાગરમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં 25 થી 30 ઇંચ વરસાદ ખાબકવાની છાતીના પાટીયા પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલ આ વિસ્તારોને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે અરવલ્લી, ખેડા, અમદાવાદ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારીમાં 10 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

વધુમાં સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, આણંદ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોમાં તબાહી મચાવે તેવો વરસાદ પડી શકે છે. જેમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ સહિતના વિસ્તારોમાં પણ 15 ઇંચ સુધી વરસાદની મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને વધુમાં વધુ શેર કરજો જેથી તમામ લોકો સુધી આ માહિતી પહોંચી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *