હવે નક્કી મર્યા, નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં કંઈક મોટી નવાજૂની કરશે, પરેશ ગોસ્વામીની રુવાડાં ઊભા કરે એવી આગાહી…
ચોમાસાને લઇને હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી સામે આવી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન 14મી જૂને થશે અને અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે છે.
અત્રે જણાવીએ કે, આવતીકાલથી લઇને 13મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની પણ શકયતા પરેશ ગોસ્વામીએ વ્યકત કરી છે. અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે. જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. આવતીકાલથી લઇને 13મી જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એકથી અઢી ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, નૈઋત્યનું ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આ વર્ષે ચૂમાસુ ગુજરાતમાં કંઈક મોટી નવાજૂની કરી શકે છે. નીચેના વિસ્તારોમાં વરસાદ તબાહી મચાવશે.
પરેશ ગોસ્વામીની આગાહી
વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટીસના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ પ્રિ મોન્સૂન એક્ટિવિટી અને સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ જામશે.
10 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.
11 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
12 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ તેમજ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
13 જૂને સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે