એક નહીં 3-3 સિસ્ટમ 100 વર્ષનો રેકૉર્ડ તોડશે, રાજ્યના આ ભાગોમાં મેઘરાજા મચાવશે તબાહી, અંબાલાલ પટેલે કરી પેરાલિસિસનો ઝટકો લાગે એવી આગાહી…

ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ જોવાઈ રહી છે, જેમાં ઉત્તર ગુજરાત સહિતના ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. અંબાલાલ પટેલ દ્વારા ઓગષ્ટના અંતની સાથે સપ્ટેમ્બરની શરુઆતમાં પણ તોફાની વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ દ્વારા રાજ્યમાં ક્યાં કેવો વરસાદ રહી શકે છે તે અંગે જણાવ્યું છે. જેમાં તેમણે કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેટલો ભારે વરસાદ થવાની આગાહી પણ કરી છે.

અંબાલાલ પટેલ જણાવે છે કે, “તારીખ 24, 25 અને 26 દરમિયાન ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં જન-ધનને નુકસાન થઈ શકે છે.” અંબાલાલે કેટલીક સિસ્ટમ બનવાની સાથે તેની અસરથી પણ વરસાદ થવાની આગાહી કરી છે.

વધુમાં તેઓ કહે છે કે, “તારીખ 28 ઓગસ્ટની આસસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને ગુજરાત સુધી રહેવાની શક્યતાઓ છે.” આ પછી સપ્ટેમ્બરમાં પણ વરસાદ માહોલ યથાવત રહેવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે.

અંબાલાલે ગુજરાતના વરસાદ અંગે આગાહી કરીને જણાવ્યું છે કે, “સપ્ટેમ્બરની શરુઆતમાં એટલે કે 6 તારીખની આસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જેનો માર્ગ પણ ગુજરાત તરફ રહી શકે છે.”

આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલ જણાવે છે કે, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *