હવે કૂલરની જરૂર નહીં પડે, મેઘરાજા આ તારીખે સૌરાષ્ટ્રથી લઇ દક્ષિણ ગુજરાત સુધી ફરી વળશે, સાર્વત્રીક વરસાદના રાઉન્ડની અંબાલાલ પટેલની બલ્લે બલ્લે કરે એવી આગાહી…

ગુજરાતમાં ચોમાસુ હવે બારણે આવીને ઊભુ છે. મુંબઈમાં ચોમાસુ પહોંચી ગયું છે અને આજે ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં ઘણાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર, રાજ્યમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં આ વખતે 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરમાં 10મી થી 12મી જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને 12મી જૂન સુધીમાં દક્ષિણ-મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

અંબલાલની આગાહી અનુસાર, રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. 8 જૂનના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા. 9 જૂનના રોજ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી,આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમા વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત 10મી જૂનના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ,ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમા વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *