આ તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતા નહીં, હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, હવામાન વિભાગની મોટી આગાહી, ફટાફટ જાણી લો…
છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષમાં આ વર્ષે જુલાઈ મહિનામાં વાર્ષિક સિઝનનો 90 ટકા વરસાદ નોંધાયો છે. જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ઘાતક વરસાદને કારણે ઘણી તારાજી સર્જાઇ છે. પરંતુ હવે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદથી આરામ મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ ખેડૂતોની વાત કરીએ તો ચોમાસાના શરૂઆતથી જ પડી રહેલ સતત વરસાદને કારણે ખરીફ પાકને મોટી માત્રામાં નુકસાની થઈ છે. ખેડૂતો પણ વરસાદની રાહ જોઈને બેઠા હતા. ત્યારે હવામાન વિભાગે દ્વારા રાહતની આગાહી આપી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદની હાલ કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. ખેડૂતોને અને લોકોને મહત્વના કામો પતાવી લેવાની સલાહ આપી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હોય શક્યતાઓ દેખાઈ રહી નથી.
સૌરાષ્ટ્ર કચ્છના ગુજરાતમાં ફક્ત સામાન્ય છૂટા છવાયા ઝાપટાઓ પડશે. હાલ ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય જોવા મળી રહી નથી. ગાંધીનગર અને અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારના ગામડાઓમાં પાંચ દિવસ સામાન્ય વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ અને કારણે માછીમારો અને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડબાની સૂચના આપી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 10 તારીખ સુધી ફક્ત છૂટો છવાયોથી મધ્યમ વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાઓ પડી શકે છે. સક્રિય થયેલ સિસ્ટમ હાલ ઉત્તર ભારત તરફ ગતિ કરી રહી હોવાથી ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડ્યું છે. મધ્યપ્રદેશની આસપાસ સર્જાયેલું ડિપ્રેશન હાલ ઉત્તર પ્રદેશ તરફ પહોંચ્યું છે. જેને કારણે ગુજરાતમાં ખાસ કોઈ પરિબળો દેખાઈ રહ્યા નથી.
હવામાન વિભાગની વરસાદની આ રાહતની આગાહીથી ખેડૂતો અને લોકોએ આશકારો અનુભવ્યો છે. ચોમાસાના શરૂઆતથી સતત પડી રહેલા વરસાદને કારણે ખરીફ પાકોમાં ખાસ કરીને સોયાબીન અને કપાસના પાકો વધારે પાણીને કારણે પીળા પડવા લાગ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં પાક નાશ પણ થયો છે. વરસાદી આરામ આપીને ખેડૂતોના પાકનો જીવ બચાવ્યો છે.