ઉગેલો નવજાત પાક નિષ્ફળ થશે, ગુજરાતના આ ભાગોમાં વરસાદના નવા ઘાતક રાઉન્ડની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, હવે મેઘરાજા વરાપ નહીં આપે…
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના 300 થી વધારે તાલુકાઓમાં બે ઇંચ થી વધારે વરસાદ નોંધવામાં આવ્યો છે. સતત 15 દિવસથી પડી રહેલ વરસાદને કારણે હવે ખેડૂતો વરાપ માંગી રહ્યા છે. પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું છે કે વરાપ મળશે નહીં આ તારીખથી વરસાદનો નવો ઘાતક રાઉન્ડ આવી રહ્યો છે. જેને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર બંગાળની ખાડીમાં આ વર્ષનું પહેલું ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. આ નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો ઘાતક રાઉન્ડ આવી રહ્યો છે. 18 થી 22 તારીખની વચ્ચે બંગાળની ખાડી તીવ્ર રીતે સક્રિય બની શકે છે. જેને કારણે 23 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ઘાતક વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ વર્ષે ચોમાસુ કંઈક અલગ પ્રકારનું જોવા મળ્યું છે. તેમણે જણાવ્યું છે કે બીપોર જોયની અસરને કારણે આ વર્ષે ચોમાસાની સાયકલમાં ઘણા ઉલટ ફેર થયા છે. સામાન્ય રીતે દર વર્ષે ચોમાસામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી માંથી સિસ્ટમ બનતી હોય છે પરંતુ આ વખતે જમીન પર જ ડીપ ડિપ્રેશનની સિસ્ટમો ઊભી થઈ રહી છે. જેને કારણે ઉત્તર ભારતમાં પણ જળબંબાકાર જોવા મળ્યું છે. ત્યારે હવે અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ પૂર આવે તેવી આગાહી વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં 18 થી 20 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 15 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક વેલમાર્ક સિસ્ટમ સક્રિય થઈ હતી. આ સિસ્ટમ હાલ ગુજરાત ઉપર પહોંચી છે. જેને કારણે 19 થી 23 જુલાઈ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. આ સિસ્ટમ વર્ષ 2023ના ચોમાસાની પ્રથમ ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા નદીનું જળ સ્તર એકાએક વધી શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ તબાહી મચાવી શકે છે. હજુ 23 જુલાઈ સુધી રાજ્યમાં વરાપ મળશે નહીં તેવું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.