ગુજરાતમાં આ તારીખે ચોમાસુ સત્તાવાર રીતે લેશે વિદાય, ગ્રહોની સ્થિતિ જોઈ અંબાલાલ પટેલે કરી પરસેવો વળી જાય તેવી આગાહી…
સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી કાળજાળ ગરમી પડી રહી છે, કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગ્રહોની સ્થિતિ જોઈને ગુજરાતમાં આ તારીખે ચોમાસું સંપૂર્ણ રીતે વિદાય લેશે તેની મોટી આગાહી વ્યક્ત કરી છે.
પ્રથમ તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં સામાન્ય રીતે ચોમાસું વિદાય લેતું હોય છે પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું છે. ચોમાસાની શરૂઆતમાં ગુજરાતમાં સારો વરસાદ પડ્યો પરંતુ શરુઆતના તબક્કામાં વરસાદ ખેંચાતા ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા પરંતુ ત્યારબાદ બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલ સિસ્ટમે ગુજરાતને પાણી પાણી કર્યું છે.
હવે આગામી દિવસોમાં ચોમાસું ક્યારે વિદાય લેશે તેને લઈને સૌ કોઈના મનમાં પ્રશ્ન જોવા મળી રહ્યો છે. આ પ્રશ્નનું નિરાકરણ કરવા અંબાલાલ પટેલે ગ્રહોની સ્થિતિને જોઈને ચોમાસું ક્યારેય વિદાય લેશે તેની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોમાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી સૌપ્રથમ ચોમાસુ વિદાઈ લઈ શકે છે, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી ઓક્ટોબર મહિનાના મધ્યમાં ચોમાસુ સંપૂર્ણ રીતે વિદાય લઈ શકે છે.
એક થી પાંચ ઓક્ટોબર ની વચ્ચે અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાંથી પ્રથમ ચોમાસાની વિદાય શરૂ થશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓક્ટોબર મહિનાના બીજા અઠવાડિયામાં સંપૂર્ણ રીતે સત્તાવાર ચોમાસું વિદાય લેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ વરસાદી માહોલ યથાવત રહેશે તેને લઈને પણ મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આફતનો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, તો કચ્છના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, કચ્છ, દ્વારકા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, છોટાઉદેપુર, ગોધરા, પંચમહાલ, દાહોદ, વડોદરા, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરત, ડાંગમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.