ગુજરાતમાં આ તારીખે ચોમાસુ લેશે વિદાય, દિવાલ ઉપર લખી લેજો, અંબાલાલ પટેલે કરી ખેડૂતોના જીવ તાળવે ચોંટાડે એવી આગાહી…

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ કંઈક અલગ પ્રકારનું જોવા મળ્યું છે. છેલ્લા 123 વર્ષનો રેકોર્ડ આ વર્ષે ચોમાસે તોડ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું કંઈક નવાજૂની કરી શકે છે. તે મુજબ ચોમાસાના શરૂઆતના બે મહિનામાં સારો વરસાદ પડ્યો પરંતુ ઓગસ્ટ મહિનો સંપૂર્ણ રીતે કોરો જોવા મળ્યો અને સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના ભારે વરસાદ પડી રહ્યો છે.

ત્યારે હવે ચોમાસું ક્યારે વિદાઈ લેશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદની સખત જરૂરિયાત છે. રાજ્યમાં 75% થી વધારે હેક્ટરમાં ચોમાસુ વરસાદ હેઠળ ખરીફ પાકો ઉગાડવામાં આવે છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ માધ્યમ રહેવાના પણ એંધાણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે.

ચોમાસુ નબળું રહેવાનું અનુમાન ચોમાસુ શરૂ થાય તે પહેલા જ અંબાલાલ પટેલે આપ્યુ હતું, તેની આ આગાહી સાચી પડી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે. તો હજુ સૌરાષ્ટ્રમાં વરસાદની અછત જોવા મળી રહી છે આવી સ્થિતિમાં ખેડૂતોમાં આ વર્ષે કપાસ અને મગફળીના પાકમાં ધરખમ ઘટાડો જોવા મળી શકે છે. જેને કારણે આ વર્ષે ગત વર્ષ કરતાં ઓછું ઉત્પાદન થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોમાં 8 થી 10 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતમાંથી ચોમાસુ સંપૂર્ણ રીતે વિદાય લઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસુ વિદાયની આગાહી સામે આવતા ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હથીયા નક્ષત્રના શરૂઆતમાં જ ચોમાસુ આ વર્ષે સંપૂર્ણ રીતે વિદાય જાહેર કરી શકે છે.

અધિક શ્રાવણ માસ હોવાને કારણે આ વર્ષે ચોમાસું વહેલું વિદાય લે તેવા સંકેતો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ ખૂબ જ નબળું રહેવાના એંધાણ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં વરસાદની અછતને લીધી ગુજરાતના મોટાભાગના ખેતરોમાં પાક નિષ્ફળ પણ થઈ શકે છે. ખેડૂતો માટે ખૂબ જ ખરાબ સમાચાર ગણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *