આજે ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી, આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, અંબાલાલ પટેલે કરી રાહતની આગાહી….
ગુજરાતમાં ચોમાસાને લઈને હાલ એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજ બપોર પછી ગુજરાતમાં ચોમાસાની વિધિગત શરૂઆત થઈ શકે છે. ગુજરાતના ખેડૂતો માટે આ એક ખૂબ જ ખુશી અને આનંદના સમાચાર ગણી શકાય છે. ગુજરાતમાં સૌપ્રથમ આ વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.
વાવાઝોડાની અસર પૂર્ણ થયા બાદ થોડાક દિવસ ચોમાસુ આગળ વધતું સ્થગિત થયું હતું. પરંતુ ફરી એકવાર બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ફુલ સક્રિય થયા છે. જેને કારણે ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને હવે ગુજરાતના બારણે આવી પહોંચ્યું છે. ગુજરાતમાં હવે ફક્ત ગણતરીના કલાકોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે. જેને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાહતની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજે બપોર પછી ગુજરાતમાં ચોમાસાની શાનદાર શરૂઆત થશે અને આગામી 24 કલાકમાં ચોમાસું ગુજરાતમાં ભારે સક્રિય થઈ શકે છે. 25 જૂનથી 2 જુલાઈની વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની મોટી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ચોમાસાનું આ વાહન ખૂબ જ જબરું રહેશે અને શિકાર વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલ વધુમાં કહ્યું છે કે ઈન્દ્રદેવ અને અહેરાવત સહિત પોતાની ભારે મેઘ સવારી લઈને આવી રહ્યા છે. ગુજરાતમાં 28 29 30 જૂન અને 1, 2 જુલાઈ સુધીમાં તો સમગ્ર ગુજરાતમાં ચોમાસુ આવરી લેશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સતત સાર્વત્રિક વરસાદ અને ભારે વરસાદને લઈને મોટું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે. આજે વલસાડ, ડાંગ, નવસારી, સુરત, ભાવનગર, જુનાગઢ, અમરેલી, અમદાવાદ, આણંદ, વડોદરા સહિતના વિસ્તારોમાં ભયંકર વરસાદ પડી શકે છે.
બે દિવસથી વાતાવરણમાં ઘણા બદલાવો જોવા મળ્યા છે. ઘણા વિસ્તારોમાં પ્રિ મોન્સુન એક્ટિવિટીને કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે હવે ચોમાસુ ગુજરાતમાં આવી પહોંચ્યું છે. અને તેની ધમાકેદાર એન્ટ્રી થવા જઈ રહી છે. ગુજરાતના ખેડૂતો માટે આ એક ખૂબ જ ખુશીના સમાચાર ગણી શકાય છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.