ગુજરાતમાં આ તારીખે ચોમાસું એન્ટ્રી કરી તબાહી મચાવશે, અંબાલાલ પટેલે ચોમાસાનું પોસ્ટમોર્ટમ કરી આપી છપ્પર ફાડ આગાહી…
શિયાળા અને ઉનાળા કરતા ચોમાસાની સૌથી વધુ ચર્ચા રહેતી હોય છે, કારણ કે તેના પર ખેતી સહિતની બાબતો નિર્ભર રહેતી હોય છે. આવામાં જેમના માટે વરસાદનું મહત્વ છે તે સિવાય સામાન્ય લોકો પણ ચોમાસામાં વરસાદ કેવો રહેશે, કેટલા ટકા વરસાદ થશે તેની આગાહીની રાહ જોતા હોય છે. વરસાદના વરતારા કે આગાહી પરથી જગતનો તાત કૃષિ પાકની તૈયારી કરતા હોય છે. હવામાન વિભાગે લાંબા ગાળાનુ પુર્વાનુમાન જાહેરત કરતા જણાવ્યુ છે કે દેશમાં જૂનથી લઈ સપ્ટેમ્બર સુધીમાં 106 ટકા જેટલો વરસાદ થવાનુ અનુમાન છે. આમ ચોમાસું સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની અનુમાન છે.
આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યુ છે કે ચાલુ વર્ષે ચોમાસું સારુ રહેશે. ચોમાસમાં વરસાદ સારો થાય તે માટે અનેક પરિબળો કામ કરતા હોય છે. તેમનુ એક પરિબળ છે લા નીનોની અસર, જેના આધારે ચોમાસુ સારુ રહેવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યુઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે પ્રીમોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતાં હોય છે. અરબ દેશોમાંથી ધૂળકટ આવશે. એપ્રિલ અને મે મહિનામાં પ્રીમોન્સુન એક્ટિવિટી થશે. આ દરમિયાન હવામાનમાં ભારે હલચલ જોવા મળશે. ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા રહેશે. 11 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનવાની પણ સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે.
આ સાથે અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે, મેના અંત અને જૂના પહેલા સપ્તાહમાં અરબ સાગરમાં હલચલ જોવા મળે તેવી સંભાવનાઓ અંબાલાલે વ્યક્ત કરી છે. અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે 17થી 24 મેમાં અંદમાન નિકોબાર ટાપુમા ચોમાસુ સક્રિય થઈ શકે છે. આ સાથે કેટલાક ભાગમાં વરસાદ થશે. ચાલુ વર્ષે લા નીનોની સ્થિતિ તરફ હવામાન જઈ રહ્યું હોવાનું પણ તેઓ જણાવે છે.
તેઓ કહે છે કે, હિંદ મહાસાગર ગરમ હોવો જોઈએ અને આ વખતે ગરમ રહેશે. પૂર્વ પેસેફિક મહાસાગરનો જળવાયુ ઠંડો થતા લા નીનોની અસર જૂનના બીજા સપ્તાહમાં જોવા મળશે. ત્યાં સુધી દરિયાનુ પાણી વધુ ગરમ રહેશે, વેપાર વાયુનું જોર રહેવાથી ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે.
ચોમાસાના પરિબળ જોઈએ તો એપ્રિલ મહિનો ચોખો રહેવો જોઈએ તેના બદલે એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. દેશના ઉતરિય પર્વતિય વિસ્તારમાં બરફ વર્ષા થવી જોઈએ નહી, ગંગા જમનાના મદાનો તપવા જોઈએ. ગંગા જમનાના મેદાનો તપે અને પૂર્વ આફ્રિકાથી ચીનના ભાગો સુધી હવામાન સાનુકૂળ રહે તો વરસાદ આવી શકે છે. હાલની સિસ્ટમ જોતા ગરમી પડવી જોઈએ તેવી પડી નથી એટલે વરસાદની ગણતરી કરવી વિહંગાવલોકન રહેશે.
શરુઆતનું ચોમાસું આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ કરી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં જૂનાગઢ અને અમરેલીમા વધુ વરસાદ થઈ શકે પરંતુ જેમ જેમ ગંગા જમનાના મેદાનો તપે તે પછી ખબર પડશે. સારા ચોમાસા માટે અનેક પરિબળો કામ કરતા હોય છે, તેમાનુ એક લા નીનો પરિબળ છે જેના કારણે ગુજરાતમાં કઈક અંશે ચોમસાનો સારો વરસાદ આવવાની શક્યતા રહેશે.