24 કલાકમાં ગુજરાતમાં થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, આજે આ 18 જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે પડશે ભયંકર વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી…

ચોમાસાની વિધિવત એન્ટ્રી પહેલા જ રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહીસાગરના સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.

રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજરાતના દરિયાકાંઠે ચોમાસુ પહોંચ્યું છે. બે દિવસમાં દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે. ગયા વર્ષ કરતા આ વર્ષે નૈઋત્યનું ચોમાસું 12 દિવસ વહેલું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગના અનુસાર, આગામી સાત દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. 48 કલાક બાદ ગાજવીજ સાથે ગુજરાતમાં મેઘરાજા પ્રવેશશે.

આજે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદ વરસશે અને વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.

12 તારીખે નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.

13 જૂને

નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.

14 જૂને

સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

15 જૂને

નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં આગાહી છે.

16 જૂને

નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *