રાજ્યમાં આ તારીખથી ચોમાસું લેશે વિદાય, તાંબાના પત્રમાં લખી લેજો, પરેશ ગોસ્વામીની મોટી આગાહી…

હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. રાજ્યમાં હજુ આગામી 24થી 48 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો અને પાટણ અને અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

પરેશ ગોસ્વામીની આગાહી મુજબ કચ્છના કેટલાક ભાગોમાં સૌથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. વધુમાં કહ્યું કે, કચ્છના રાપર તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસાદ પડી શકે છે. સાથે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં પણ મધ્યમ વરસાદની આગાહી આપવા આવી છે.

અગાહી સમયગાળા દરમિયાન જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યના પૂર્વ વિભાગોમાં છેલ્લા 3-4 દિવસથી અતિ ભારે વરસાદ પડ્યો છે. જેમાં આજથી ઘટાડો નોંધાઈ શકે છે, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ આજથી વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાઈ શકે છે.

પરેશભાઈની આગાહી મુજબ 22 સપ્ટેમ્બર પછી રાજ્યનું વાતાવરણ ખુલ્લુ તડકા છાયા વાળું જોવા મળી શકે છે. સાથે પવન જોર પણ વધારે રહી શકે છે.

વધુમાં જણાવ્યું છે કે, 22થી 30 સપ્ટેમ્બર સુધી મોટા ભાગે વરસાદની શક્યતા નથી. ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં એક રાઉન્ડ વરસાદનું જોવા મળી શકે છે. 27 અને 28 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને કચ્છમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તેની મોટી આગાહી આપી છે. આ માહિતીને વધુમાં વધુ આગળ મોકલ જો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *