રાજ્યના આ ભાગોમાં ચોમાસુ પડશે નબળું, આજથી 10 ઓગસ્ટ સુધી પવન સાથે વરસાદની અશોક પટેલની નવી મોટી આગાહી…
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ધીમુ પડ્યું છે. હાલ ગુજરાતમાં ફક્ત છુટા છવાય તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદના ઝાપટાં જ પડી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલ દ્વારા રાજ્યના આ ભાગોમાં ચોમાસું ધીમું પડવાના એંધાણ વ્યક્ત કર્યા છે. તો આ સાથે જ 2 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યના આ વિસ્તારોમાં પવન સાથે માધ્યમ વરસાદને લઈને પણ મોટી આગાહી વ્યક્ત કરી છે.
ગુજરાત ઉપર હાલ એક્ટિવ પરિબળોની વાત કરીએ તો ચોમાસાની ધરીનો પશ્ચિમ છેડો નોર્મલથી ઉત્તર તરફ રહેશે. આગાહી દરમિયાન આ છેડો હિમાલયની તળેટી સુધી લંબાઇ શકે છે. હાલ પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય થયું છે. તે આગળ વધતું જોવા મળશે. આ સિસ્ટમ આવતા દિવસમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે જેને કારણે આવતા દિવસોમાં તેનું આનુસંગિક 3.1 કિલોમીટર યુએસસીનું મોટું સર્ક્યુલેશન રાજસ્થાન સુધી લંબાઇ શકે છે.
બંગાળની ગાડીમાં સક્રિય થયેલા સિસ્ટમને કારણે બંગાળની ખાડી વલોવાતી હોય તેવું જોવા મળશે. આ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ઉપર અરબી સમુદ્રમાંથી ફૂલ સ્પીડે ભેજવાળા પવન ફૂંકાશે. આ દિવસો દરમિયાન પવનની ગતિ 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ભારે પવન ફૂંકાઈ શકે છે. સાથે ભેજવાળા પવનો હોવાને કારણે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
અશોકભાઈ પટેલની આગાહી અનુસાર 10 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અરબી સમુદ્રમાંથી ભેજ યુક્ત પવનો 1.5 km અને તેના નીચેના લેવલની ગતિએથી ફુંકાઈ શકે છે જેને કારણે કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા તો કેટલાક વિસ્તારોમાં હળવો માધ્યમ વરસાદ પડી શકે છે. કોસ્ટલ સૌરાષ્ટ્રના અમુક બાકીના ભાગોમાં સૌરાષ્ટ્ર કરતાં વધારે માત્રામાં વરસાદ પડશે. આગાહી સમયગાળા દરમિયાન રાજ્યમાં ધૂપ છાવ અને વરાપ અને રેડા મીક્સ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકંદરે ચોમાસુ નબળું પડશે.
વધુમાં અશોકભાઈ પટેલની આગાહી મુજબ ગુજરાત રિજનમાં નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અરબી સમુદ્રમાંથી આ વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાઇ શકે છે. જેને કારણે છુટા છવાયા ઝાપટા સાથે મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને તેના નજીકના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર કચ્છ કરતા દક્ષિણ ગુજરાતમાં વરસાદની માત્રા વધુ રહેશે. એકંદરે 10 દિવસ ચોમાસું નબળું પડશે.