ગુજરાતમાં ચોમાસું નબળું થશે? કેવો વરસાદ? મોટી આફત, અંબાલાલ પટેલની આ આગાહી વાંચીને વધી જશે હૃદયના ધબકારા…
અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલ બીપોર જોય વાવાઝોડાની અસર હવે ધીમે ધીમે ગુજરાતમાં સમાપ્ત થઈ છે પરંતુ આ વાવાઝોડાંનો કાળો કહેર હવે ધીમે ધીમે સામે આવી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડાએ ભારે નુકસાની કરી છે. વાવાઝોડા બાદ હવે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હદયના ધબકારા વધારે તેવી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
દેશભરમાં ચોમાસાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. 8 જૂનથી કેરલમાં ચોમાસાની શરૂઆત થઈ છે. પરંતુ વાવાઝોડાને કારણે ચોમાસુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે હવે ચોમાસુ ગોવા અને ત્યારબાદ મહારાષ્ટ્ર સુધી પહોંચવા આવ્યું છે. પરંતુ હજુ ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેને લઈને કોઈ સચોટ તારીખ જાહેર કરી નથી પરંતુ અંબાલાલ પટેલે અનુમાન લગાવતા જણાવ્યું છે કે 26 જૂન પછી ગુજરાતમાં ચોમાસાની ધીમી ધારે શરૂઆત થઈ શકે છે.
અંબાલાલ પટેલે ચોમાસાની શરૂઆત અરબી સમુદ્રમાં હળવા દબાણ અને પશ્ચિમ બંગાળની ખાડીમાં સક્રિય થતા ભારે દબાણની અસરોને આધારે 26 જૂનથી 3 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. જ્યારે 27 થી 31 તારીખ વચ્ચે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે વાવાઝોડાની અસરને કારણે આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડશે પરંતુ મધ્ય અને અંતિમ ભાગમાં વરસાદની અછત વર્તાઈ શકે છે. મૃગ શીર્ષ નક્ષત્રમાં પડેલ ભારે વરસાદને કારણે જીવજંતુનો ઉપદ્રવ વધી શકે છે. એકંદરે આ વર્ષે ચોમાસું માધ્યમથી નબળું રહી શકે છે.
આદ્રા નક્ષત્રની મધ્યમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે. આ વર્ષે બે શ્રાવણ માસ હોવાને કારણે થોડું ચોમાસું મોઢું શરૂ થવા જઈ રહ્યું છે પરંતુ આ વર્ષે પાંચ મહિના વરસાદ પડે તેવી પણ શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સમાચાર સાંભળીને ખેડૂતોના હદયના ધબકારા પણ વધી ચૂક્યા છે. કારણ કે જો પાંચ મહિના વરસાદ પડશે તો તૈયાર પાકને ભારે નુકસાની થઈ શકે છે.