ગુજરાતના આ જિલ્લા માંથી સૌપ્રથમ ચોમાસું લેશે વિદાય, તાંબાના પત્રમાં લખી લેજો, અંબાલાલે કરી ઘાતક આગાહી…
સમગ્ર ગુજરાતમાં હાલ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ચોમાસુ અંતિમ ઘડીઓમાં પહોંચ્યું છે. હવે બસ વરસાદની વિદાઈને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સૌ કોઈના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે હવે ચોમાસુ ક્યારેય વિદાય લેશે? આવી સ્થિતિમાં હવામાનના જાણકાર અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ આ જિલ્લામાંથી ચોમાસું વિદાય લેશે તેને લઈને મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાંથી ભલે ચોમાસું વિદાય લે પરંતુ મેઘરાજા વિરામ લેવાના મૂડમાં નથી. કારણ કે ગુજરાત ઉપર એક નહીં બે બે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં ગુજરાત ઉપર એક સાથે બે વાવાઝોડા ત્રાટકશે. જેને કારણે ઘાતકી પવન સાથે ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર ગણી શકાય છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે 25 સપ્ટેમ્બરથી એટલે કે આજથી જ ગુજરાતમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. વધુમાં ચોમાસુ વિદાય લેવા છતાં પણ રાજ્યમાં છૂટો છવાયોથી ભારે વરસાદ પડી શકે છે. નક્ષત્રોના આધારે હાથીયા નક્ષત્રમાં ચોમાસું વિદાય લેતું હોય છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી છે.
અરબી સમુદ્રમાં 28મી તારીખે એક ઘાતક સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે 26 થી 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં તીવ્ર વરસાદી માહોલ સક્રિય થઈ શકે છે. આ સિસ્ટમ દરમિયાન અંબાલાલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગાહી સમય દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
તો આ સાથે જ ગરમીનું અને બફરાનું પ્રમાણ વધી શકે છે. અંબાલાલે ઓક્ટોબર મહિનામાં ગુજરાતના લોકોને વાવાઝોડા માટે તૈયાર રહેવા પણ સૂચના આપી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાંથી ચોમાસુ સૌપ્રથમ વિદાય લેશે અને ત્યારબાદ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતમાંથી ઓક્ટોબર મહિનાના બીજા અઠવાડિયામાં 8 થી 10 તારીખની વચ્ચે ચોમાસુ વિદાય લઈ શકે છે. આ માહિતીને વધુમાં વધુ આગળ મોકલજો.