પુઠા પર લખી લેજો, ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ મોડું બેસશે, ખેડૂતો ખાસ નોંધ લેજો તારીખ, હવામાન વિભાગે કરી મોટી આગાહી…
હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જ ચોમાસાને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે જો વાવાઝોડું ન આવે તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂને થાય છે પરંતુ આ વર્ષે ફરી વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં ચોમાસુ મોઢું આવવાના પૂરેપૂરા એંધાણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે માવઠાના વરસાદમાં ખેડૂતોએ કરેલી વાવણી દરમિયાન ઉગેલો નવજાત પાક સુકાઈ શકે છે. ચોમાસાને લઈને ગુજરાતના ખેડૂતોમાં ભારે ચિંતાનો પ્રશ્ન ઊભો થયો છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના ખેડૂતોને હજુ ચોમાસા માટે રાહ જોવી પડશે. દર વર્ષે કેરલમાં ચોમાસાની શરૂઆત જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં થતી હોય છે. પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસાની શરૂઆત 8 થી 10 જૂની વચ્ચે થઈ શકે છે. જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસું હવે મોડું બેસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 27 જૂનથી 3 જુલાઈની વચ્ચે બેસવાના એંધાણ દેખાઈ રહ્યા છે. ખેડૂતો માટે આ ખરાબ સમાચાર ગણી શકાય. આ માહિતીને વધુમાં વધુ શેર કરો.