આનંદો! ફરી ચોમાસુ સક્રિય થશે, 10 તારીખ સુધી ક્યાં ક્યાં વિસ્તારોમાં કેવો/કેટલો વરસાદ પડશે તેને લઈને અશોક પટેલની મોટી આગાહી…

સૌરાષ્ટ્ર સહિત ગુજરાત રીજીયનમાં છેલ્લા 35 દિવસથી વરસાદનું એક ટીપું પણ જોવા મળ્યું નથી. જગતના તાત એવા ખેડૂતો હવે વરસાદની રાહ જોઈને બેઠા છે. ગુજરાતમાં 75% થી વધારે હેક્ટરમાં ચોમાસુ વરસાદ હેઠળ ખેતી કરવામાં આવે છે. હાલ રાજ્યના તમામ વિસ્તારોમાં પાકને વરસાદની સખત જરૂરિયાત છે. ત્યારે હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. 10 તારીખ સુધી કયા કયા વિસ્તારોમાં કેવો અને કેટલો વરસાદ પડશે તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અશોકભાઈ પટેલની આગાહી લાંબા બ્રેક બાદ આશાનું કિરણ બની છે. આગામી 7 તારીખથી ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં અલનીનોની અસરને કારણે ઓગસ્ટ મહિનો સંપૂર્ણ રીતે કોરો જોવા મળ્યો છે. ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં એક અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન આજે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર કેન્દ્રિત જોવા મળ્યું છે.

આ સાઇક્લોનિક સિસ્ટમ આગામી 24 કલાકમાં લો પ્રેશરમાં રૂપાંતરિત થઈ શકે છે. જેને કારણે બે દિવસમાં આ સિસ્ટમ મધ્યપ્રદેશના આસપાસના વિસ્તારોમાં પહોંચવાની શક્યતા અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે. આ સાથે હિમાલયની તળેટીમાં રહેલ ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો આગામી 5 અને 6 સપ્ટેમ્બરના રોજ નોર્મલ થવા તરફ ગતિ કરશે, તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જ્યારે પૂર્વ છેડો નોર્મલ કે નોર્મલથી દક્ષિણ તરફ રહી શકે છે. 7, 8 સપ્ટેમ્બરથી ગુજરાતમાં 3.1 કિલોમીટરના લેવલે ભેજનું પ્રમાણ વધશે.

અશોકભાઈ પટેલે 4 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે 7 થી 10 તારીખમાં ચોમાસુ ફરી સક્રિય થશે અને ગુજરાત રિજીયનમાં છુટા છવાયા ઝાપટાથી માંડીને હળવો તો ક્યાંક ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્યપ્રદેશને અડીને આવેલ બોર્ડરના ભાગોમાં 6 તારીખથી ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ શકે છે.

અશોકભાઈ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર કચ્છને લાગુ પડતા ગુજરાત રાજ્યના વિસ્તારોમાં 7થી 10 તારીખ દરમિયાન છુટા છવાયા ઝાપટા તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, જામનગર, દ્વારકા, કચ્છમાં 10 તારીખ સુધી ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો જેથી તમામ ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *