આજથી કેરળમાં ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે આવશે, હવામાન વિભાગે કરી આગાહી, આ તારીખ લખી લેજો…
જૂન મહિનાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. તો ઘણા વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે. હજુ પણ આગામી પાંચ દિવસ અરબી સમુદ્રમાં સક્રિય થયેલ સાયકલોનીક સિસ્ટમને કારણે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત છે. આ સાયક્લોનિક સિસ્ટમની વચ્ચે હાલ ચોમાસુ કેરલમાં પહોંચ્યું છે. એવા સારા સમાચાર હવામાન વિભાગ તરફથી મળી રહ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના ખેડૂતો ચોમાસાની રાહ જોઈને બેઠા છે. પરંતુ ગુજરાતના ખેડૂતો માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. કેરળમાં આજથી ચોમાસાનું આગમન થયું છે. દર વર્ષે કેરળમાં ચોમાસુ 1 જુનની આજુબાજુ શરૂ થતું હોય છે. પરંતુ આ વર્ષે 6 દિવસ મોડું પહોંચ્યું છે. જેના કારણે ગુજરાતમાં પણ 5થી 6 દિવસ ચોમાસું મોડુ શરૂ થઈ શકે છે.
કેરળમાં ચોમાસાની શરૂઆત થયા બાદ 15 થી 20 દિવસે ચોમાસું ગુજરાતમાં શરૂ થતું હોય છે. આ વર્ષે ગુજરાતમાં સૌપ્રથમ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં 15 જૂનની આજુબાજુ શરૂ થઈ શકે છે. જેને લઇને હવામાન વિભાગે સચોટ આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થયા બાદ 20 થી 22 જૂને દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની શાનદાર શરૂઆત થશે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું મધ્યમથી સારું રહેવાની સંભાવના રહેલી છે. દક્ષિણ ભારતમાં ચોમાસાની ગતિમાં વધારો જોવા મળ્યો છે. તેને કારણે આજથી કેરલના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન જોવા મળી રહ્યું છે. ત્યારબાદ 5 જૂને કર્ણાટક, આંધ્ર પ્રદેશમાં ચોમાસાની ધીમે ધીમે શરૂઆત થશે. આ ચોમાસુ જે ગતિ આગળ વધી રહ્યું છે તે ગતિને ધ્યાનમાં લેતા 10 જૂન સુધીમાં મહારાષ્ટ્ર, તેલંગાણા સુધી ચોમાસુ પહોંચશે અને ત્યારબાદ 15 જૂનથી ગુજરાત, મધ્યપ્રદેશ, અને છત્તીસગઢમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થશે.
ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું 15 જૂનથી 22 જૂનની વચ્ચે શરૂ થઈ શકે છે. સૌપ્રથમ ગુજરાતમાં ચોમાસુ દક્ષિણ ભાગમાં જોવા મળશે અને ત્યારબાદ દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જોવા મળશે. આ પહેલા અરબી સમુદ્રમાં 7 થી 10 જૂનની વચ્ચે મોટું ચક્રવાત ઉત્પન્ન થવા જઈ રહ્યું છે. જેને કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ સાથે પવન જોવા મળી શકે છે.