100ની ઝડપે ચોમાસુ વધ્યું આગળ, ગુજરાતમાં 28 જૂનથી 3 જુલાઇમાં કેવો વરસાદ પડશે? પરેશ ગોસ્વામીની વિસ્ફોટક આગાહી…
રાજ્યમાં 11 તારીખે પ્રવેશેલું ચોમાસું 13 દિવસ સ્થિર રહ્યા બાદ ગઇકાલે 23મી તારીખે આગળ વધ્યું છે. રાજ્યમાં આળસ મરડીને આગળ વધેલા ચોમાસાએ ગુજરાતના ઘણા વિસ્તારોને પાણી-પાણી કરી દીધા છે. આજે રાજકોટમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઇને આગાહી કરી છે. તેમણે આજે અને કાલે વરસાદની તીવ્રતા વધુ વધે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે 28 જૂનથી 3 જુલાઇ સુધીના સેશન અંગે પણ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે, ગુજરાત માટે સારા સમાચાર છે કે, 23 જૂને ચોમાસાની ધરી ગુજરાતમાં આગળ વધી છે. જે ચોમાસું વલસાડ સુધી રોકાયેલું હતું તે આગળ વધીને સુરતથી પણ આગળ આવી ચૂક્યું છે. સૈરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોને પણ કવર કરી લીધા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસું આગળ વધ્યું છે. રવિવારે ઘણી જગ્યાએ વાવણીલાયક વરસાદ થયા છે. હજુ આવનારા બે દિવસ સારા વરસાદની શક્યતાઓ છે.
આજથી વરસાદની તીવ્રતા વધુ વધશે. 24 અને 25 તારીખે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો એટલે દાહોદ, ગોધરા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ તમામ વિસ્તારમાં બે દિવસ સારા વરસાદની શક્યતાઓ છે.
સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારો અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, ખેડામાં હળવાથી સામાન્ય અને અમુક જગ્યાએ મધ્યમ વરસાદની શક્યતાઓ છે.
સાથે જ અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં હળવાથી સામાન્ય અને છૂટાછવાયા વરસાદો નોંધાઇ શકે. હાલ બે દિવસ ઉત્તર ગુજરાતમાં મોટા વરસાદની શક્યતાઓ નથી. સાથે જ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી સામાન્ય વરસાદ નોંધાશે.
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વાવણીલાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે. સાર્વત્રિક એટલે 60થી 65 વિસ્તારને નૈઋત્યનું ચોમાસું આવરી લેશે.