કેરળમાં ચોમાસાની થઈ શરૂઆત, હવામાન વિભાગે કરી સત્તાવાર જાહેરાત, જાણો ગુજરાતમાં ક્યારે આવશે ?
આખરે ચોમાસાની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે આતુરતાનો અંત આવ્યો છે. આજે કેરળમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા કેરળમાં ચોમાસુ બેસવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો માટે આ એક ખૂબ જ સારા અને મહત્વના સમાચાર ગણી શકાય છે. કારણ કે કેરળમાં ચોમાસુ શરૂ થયા બાદ ગુજરાતમાં ચોમાસાની અસર શરૂ થતી હોય છે.
કેરળમાં ચોમાસાના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ ઊભો થયો છે. ખેડૂતોમાં પણ ભારે હર્ષ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. આજે મૃગ શીર્ષ નક્ષત્રની શરૂઆત થતાની સાથે જ કેરળમાં ચોમાસાનો પણ શુભ આરંભ થયો છે. એક અઠવાડિયાના વિલંબ બાદ આજે કેરલમાં ચોમાસાનું આગમન જોવા મળ્યું છે. કેરળમાં આજથી ચોમાસાની શરૂઆત થઈ છે. તેવી માહિતી હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે ભારતમાં ચોમાસાની શરૂઆત એક અઠવાડિયું મોડી થઈ છે. જેના કારણે દેશના અનેક ભાગોમાં ઓછા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા મંગળવારે કેરળમાં ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરી છે. કેરળના ઘણા બધા ભાગોમાં સારામાં સારો વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસુ ક્યારે આવશે તેને લઈને પણ મોટી જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે કેરળમાં ચોમાસાની શરૂઆત થયા બાદ 10 થી 15 દિવસે પ્રથમ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે.
દર વર્ષની સાપેક્ષમાં આ વર્ષે કેરળમાં ચોમાસુ 10 દિવસ મોડું છે. જેને કારણે ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત મોડી થઈ શકે છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બીપોર જોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત મોડી થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 18 જૂનથી 25 જૂનની વચ્ચે થઈ શકે છે.