ગુજરાતના આ ભાગોમાંથી ચોમાસાએ લીધી વિદાય, હવે આ ભાગોનો વારો, પરેશ ગોસ્વામીએ કરી વરસાદના વિદાયની ધ્રુજારી ઉપાડે એવી આગાહી…
ગુજરાતમાં હવે ચોમાસુ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. રાજસ્થાનના અડધા ભાગમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને હવે આ વિદાય રેખા ગુજરાતમાં પ્રવેશવાની છે. તો આ સાથે જ રાજ્યમાં ભેજનું પ્રમાણ હોવાને કારણે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં વરસાદના વિદાયને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ નવી નકોર આગાહી કરતા જણાવ્યું છે કે હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં કોઈપણ પ્રકારની સિસ્ટમ સક્રિય નથી. આગામી બે દિવસમાં એટલે કે 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં એક હલચલ જોવા મળશે હલચલના લીધે ફક્ત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદી માહોલ જોવા મળી શકે છે. જ્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં આ સિસ્ટમની કોઈ અસર દેખાશે નહીં.
અરબી સમુદ્રમાં આજથી જ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેને કારણે બપોરે ગરમી અને બફારા વાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો તાપમાનમાં પણ મોટો ફેરફાર થઈ રહ્યો છે. જેને લીધે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય થઇ છે જેને કારણે છુટા છવાયા તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. અમુક વિસ્તારોમાં બે ઇંચ જેટલો પણ મંડાણી વરસાદ જોવા મળી રહ્યો છે.
આ થન્ડર સ્ટ્રોંમ વાળી સિસ્ટમ 8 ઓક્ટોબર સુધી સક્રિય રહી શકે છે. ચોમાસાના વિદાયની વાત કરતા તેમને જણાવ્યું છે કે બનાસકાંઠાના ભાગો અને કચ્છના ભાગોમાંથી આજથી જ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે. આ ભાગ બાદ મધ્ય ગુજરાત અને ત્યાંથી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 9 ઓક્ટોબર સુધીમાં સત્તાવાર રીતે ચોમાસું વિદાય લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે આ હાલ કોઈ નવી સિસ્ટમ બની રહી નથી. વાવાઝોડાની પણ કોઈ પણ શક્યતાઓ દેખાઈ રહી નથી. 9 ઓક્ટોબર બાદ રાજ્યમાં જે વરસાદ પડશે તેને માવઠાનો વરસાદ ગણવામાં આવશે. આ વરસાદ જે ખેડૂતોને પાણી વગરના શિયાળુ પાક રવિ પાકનું વાવેતર કરવું છે. તેમના માટેના લાભદાયક રહી શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો, જેથી સાચી માહિતી બધા સુધી પહોંચી શકે.