ચોમાસું વધ્યું આગળ! ગુજરાતમાં ક્યારે પહોંચશે? જાણો જૂન મહિનામાં અંબાલાલ પટેલની વાવાઝોડા/વરસાદની આગાહી….

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી 5 દિવસ બીપોર જોય વાવાઝોડાને કારણે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. હાલ આ વાવાઝોડુંની દિશા ઓમાન તરફ હોવાને કારણે ગુજરાત ઉપર વાવાઝોડું ત્રાટકશે નહીં પરંતુ તેની અસર ચોક્કસપણે જોવા મળી શકે છે. જેને લઇને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો આ સાથે જ કેરલમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે હવે ત્યાંથી ચોમાસું આગળ વધી રહ્યું છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હાલ ચોમાસુ શરૂ થયું નથી. પરંતુ આ પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી રહી છે. હાલ ચોમાસુ કેરળના લગભગ 70 ટકા ભાગમાં શરૂ થયું છે. કેરલ માંથી હવે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હાલમાં વરસાદનું મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે. આ નક્ષત્રની મધ્યમાં ચોમાસું ગુજરાતની એકદમ નજીક આવી જશે.

દર વર્ષે સામાન્ય રીતે રોહિણી નક્ષત્રમાં ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળતો હોય છે. પરંતુ હાલ જે વરસાદ જોવા મળી રહ્યો છે તે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ હવાના ભારે દબાણને કારણે છે. તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ અરબી સમુદ્રપર થી ઉત્તર ગુજરાત તરફ ઠંડા ભેજ વાળા પવનો ખેંચાતા વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે કરાનો તોફાની વરસાદ પડ્યો છે.

આવી સ્થિતિમાં ગુજરાતના ખેડૂતોને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે હાલ ચોમાસુ ક્યાં પહોંચ્યું છે? પરંતુ આ પ્રશ્નનો હલ આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ કેરળમાંથી ચોમાસુ આગળ વધી રહ્યું છે. આગામી 48 કલાકમાં ચોમાસુ ત્યાંથી આગળ વધશે. અને મુંબઈમાં ચોમાસાની શરૂઆત જોવા મળશે.

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે જૂન મહિનાના બીજા અઠવાડિયામાં અરબી સમુદ્ર ફુલ સક્રિય થયો છે. જેને કારણે 10 જૂનથી 12 જૂનની આસપાસ મોટું ચક્રવાત આવી શકે છે. આ ચક્રવાતને કારણે ગુજરાતમાં ચોમાસુ 22 જૂનથી 3 જુલાઈની વચ્ચે આવી શકે છે. અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને આગાહી કરતા ચેતવ્યા છે કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *