રાજસ્થાન માંથી ચોમાસાની વિદાઈ, ગુજરાતમાં ક્યારે? 2 ઓક્ટોબર સુધી આ ભાગોમાં ભારે વરસાદ પડવાની અશોક પટેલની મોટી આગાહી…
ભારતમાં સૌપ્રથમ ચોમાસાની વિદાય રાજસ્થાનમાંથી શરૂ થતી હોય છે. આ વર્ષે પણ નૈઋત્યના ચોમાસાની વિદાય દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાંથી થઈ છે. રાજસ્થાનમાં ચોમાસાની વિદાય બાદ દેશના વિવિધ ભાગોમાંથી ચોમાસુ સત્તાવાર રીતે વિદાય લેતું હોય છે. જેને લઈને અશોકભાઈ પટેલ દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે. સાથે ગુજરાતમાં બે ઓક્ટોબર સુધી આ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે નેઋત્યના ચોમાસાની વિદાય પ્રક્રિયામાં ત્રણ પરિબળોને ધ્યાને લેવામાં આવતા હોય છે. પ્રથમ પરિબળ વિશે વાત કરીએ તો જમીનથી 1.5 km ની ઊંચાઈ એન્ટિ સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતું હોય છે. જ્યારે બીજા પરિબળમાં પાંચ દિવસ વરસાદ ન થાય અને ત્રીજું પરિબળ ભેજ મુક્ત સ્વચ્છ વાતાવરણ જોવા મળે તો તેને નેઋત્યના ચોમાસાની વિદાયની પ્રક્રિયા ગણવામાં આવે છે.
અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે આ ત્રણેય પરીબળો રાજસ્થાનમાં સર્જાય ચુક્યા છે. જેને કારણે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાંથી આજે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં આ પરિબળો પર નજર કરવામાં આવે તો ચાર દિવસ બાદ ઉતર અંદમાનના દરિયા અને આસપાસના વિસ્તારોમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાશે, આ સર્ક્યુલેશન ત્યારબાદ બે દિવસમાં લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે.
આ સિવાય મહારાષ્ટ્ર અને આસપાસના ક્ષેત્રમાં 3.1 km ના લેવલમાં એક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે. જે ચાર દિવસમાં કેન્દ્રિત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે આજથી 2 ઓક્ટોબર સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં 30મી સપ્ટેમ્બર સુધી અમુક ભાગોમાં છૂટા છવાયા ઝાપટા તથા ક્યાંક હળવોથી ભારે વરસાદ પડી શકે છે.
વધુમાં અશોક પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ આગાહી સમય દરમિયાન છૂટા છવાયા ઝાપટા તો ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કરતા ગુજરાત રાજ્યમાં વરસાદની માત્રામાં વધારો જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બે ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 2 ઓક્ટોબર પછી ગુજરાત રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.