ચોમાસાનું કાઉન્ટ ડાઉન શરૂ, આ 15 જિલ્લાઓ હાઈએલર્ટ પર, 100 વર્ષનો રેકોર્ડ તોડશે વરસાદ, હવામાન વિભાગની ગાભા કાઢે એવી આગાહી….

છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપીના વાલોદ તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. તિલકવાડા, નેત્રંગ અને વ્યારામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં 2 અને ધરમપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. નાંદોદ, ખેરગામ અને જાંબુઘોડામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલીના બાબરા તાલુકામાં ૩ ઈંચ જ્યારે લાઠીમાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. ક્વાંટ, વાંસદા અને ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો.

સુરતના માંડવી અને માંગરોળ પંથકમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો. પંથકના વાંકલ, લવેટ અને પાનેશ્વર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો… વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેને લઈને લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી…. કાપણી કરાયેલો અને તૈયાર પાક હજી ખેતરમાંજ હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી.

આગામી 24 થી 48 કલાકમાં જ ચોમાસું ગુજરાતમાં પહોંચશે. હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે અને એ મુજબ હવે ચોમાસાની એન્ટ્રીને લઈ સમાચાર આપ્યા છે. રાજ્યમાં ગમે તે ઘડીએ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. હવામાન વિભાગ મુજબ ચોમાસું ગુજરાતના દરવાજે બ્રેક લગાવી છે.

ગુજરાતથી માંડ 10 કિલોમીટર દૂર ચોમાસું છે. એટલે કે મહારાષ્ટ્રના દહાણું સુધી ચોમાસું પહોંચ્યું છે. જે હવે આગળ વધતા ગુજરાતમાં પહોંચી શકે છે. હવામાન વિભાગની આગાહીનુસાર ચોમાસું ગુજરાત પહોંચતા આ 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તબાહી મચાવે એવો વરસાદ પડી શકે છે.

ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દાદરા નગર હવેલીમાં 100 વર્ષનો રેકોર્ડ તોડે એવો વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *