કરોડો ગુજરાતીઓના શ્વાસ થશે અદ્ધર, વરસાદને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી ઘાતક આગાહી…

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે.12 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમા ઉભું થતા 14 સપ્ટેમ્બરથી મજબૂત બનીને ઉત્તર ઓરિસ્સા તરફ આગળ વધી મહારાષ્ટ્રના ભાગોમાં થઇને મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ભાગમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

આ ઉપરાંત આ સિસ્ટમ મજબૂત થઈને 15-16 સુધીમાં મધ્ય પ્રદેશ અને 18-19-20 માં ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવશે. આ સાથે જ આજથી 4 દિવસ ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી છે, જેમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી અને સુરતમાં વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તે મુજબ 17 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. દરમિયાન દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે. આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં 4 ઈંચથી વધુ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં 4 થી 6 ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. જેને લઈ નદીઓ બે કાંઠે વહે તેવી સંભાવના છે.

અંબાલાલ પટેલે નવરાત્રિ અને દિવાળીને લઈ વરસાદની આગાહી કહી છે. આ આગાહીથી લોકોમાં દુખી અને સુખી બન્ને માહોલ જોવા મળી રહ્યો છે. અંબાલાલની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. અંબાલાલનું કહેવું છે કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. તો વળી દિવાળીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલે નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ થઈ શકે એવું કહ્યું છે.

આગામી ત્રણ દિવસ વરસાદ થવાની શક્યતાઓ છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિત દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આગામી 5 દિવસ દરમિયાન કરવામાં આવેલી આગાહીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *