સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારોમાં ફરી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની મોટી આગાહી, આ તારીખથી મેઘરાજા કરશે તોફાની બેટિંગ…

સમગ્ર ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ વરસાદે વિરામ જાહેર કર્યો છે. છેલ્લા 20 દિવસથી ગુજરાતમાં વરસાદનું એક ટીપું પણ જોવા મળ્યું નથી. ગુજરાતમાં લગભગ 75% પાક ચોમાસુ વરસાદ હેઠળ વાવવામાં આવે છે. ત્યારે હવે ખેડૂતો ગુજરાતમાં વરસાદની રાહ જોઈને બેઠા છે. આ ખેડૂતો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આ તારીખથી મેઘરાજા ફરી તોફાની બેટિંગ કરશે તેને લઈને મોટી આગાહી આપી છે.

સમગ્ર ગુજરાત ઉપર નારાજ થયેલ મેઘરાજા ફરી એક વાર વરસાદની તોફાની બેટિંગ લઈને આવી રહ્યા છે. જેને લઇને હવામાન વિભાગ દ્વારા મોટા સમાચાર આપવામાં આવ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદ ધમધમાટ બોલાવી શકે છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં વરસાદનું જોર વધી શકે છે. એવું હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલ સિસ્ટમના કારણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ફરી એકવાર વરસાદ પોતાની તોફાની બેટિંગ કરી શકે છે જેને લઇને મોટી માહિતી આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પણ નજર કરીએ તો 19, 20, 21, 22માં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જોવા કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ દાદરા નગર હવેલી સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ખેડા, નડિયાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદની શક્યતા આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની વાત કરીએ તો અમરેલી, જુનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, દ્વારકા, કચ્છ સહિતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદી માહોલ સક્રિય થવાની હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની આગાહી સામે આવતા ફરી એકવાર ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *