લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવતા બે દિવસ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે…

ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ વરસાદે વિરામ જાહેર કર્યો છે. છેલ્લા 20 દિવસથી ગુજરાતમાં વરસાદનું એક ટીપું પણ જોવા મળ્યું નથી. ત્યારે હવે ગુજરાતના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ બંગાળની ખાડીમાં સક્રિય થયેલ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવતા મધ્યમથી ભારે વરસાદથી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે બે દિવસની વરસાદની આગાહી કરી છે. બે દિવસ બાદ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ત્યારબાદ રવિવાર અને સોમવારના દિવસે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજ્યના અમુક જિલ્લામાં 30થી 40 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાઇ શકે છે અને સામાન્ય વરસાદ વરસશે. જ્યારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમાગમી બે દિવસ મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટીને કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વરસાદની આગાહી સામે આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

વધુમાં આવતીકાલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટા ઉદપુર, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે.

20 ઓગસ્ટે ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 21 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *