આગામી 5 દિવસ આ જિલ્લા વાળા બહાર ન નીકળતા, કડાકા ભડાકા સાથે સાંબેલાધાર વરસાદ પડવાની હવામાન વિભાગની ઢીમ ઢાળે એવી આગાહી…

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે કરવામાં આવેલી આગાહી દરમિયાન સાતે દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ચોમાસું નબળું પડ્યું હતું અને તેના કારણે વરસાદી સિસ્ટમ આગળ વધવામાં વિલંબની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી, જોકે, સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ ઉભી થઈ છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ સંભાવનાઓ વ્યક્ત કરીને ચેતવણી આપી છે. જેમાં અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ બનેલી છે.

આજે પણ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે,જેમાં કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે પણ વરસાદ થઈ શકે છે. વરસાદની જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં હળવાથી સામાન્ય વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે.

આ પછી તારીખ 16મી જૂનના રોજ પણ રાજ્યના હળવા વરસાદની સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની વોર્નિંગ આપવામાં આવી છે, 16મી તારીખ માટે જે સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે તેમાં ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ તારીખે સૌરાષ્ટ્રના બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતાઓ છે.

આ પછી તારીખ 17, 18 અને 19 દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ યથાવત રહેવાની આગાહી કરાઈ છે. આ તારીખો અંગે રામાશ્રય યાદવે આગાહી કરી છે તેમાં નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આ પછી તારીખ 18 અને 19 દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *