ચોમાસાને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસુ…

જગતના તાત ખેડૂતો માટે સારામાં સારા સમાચાર સામે આવી રહ્યા છે. તમામ ખેડૂતો ચોમાસુ ક્યારે બેસશે તેની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તેની આતુરતાનો અંત આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને સચોટ પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ચોમાસુ ચાર દિવસ આગળ પાછળ થઈ શકે છે. રાજ્યમાં હાલ ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે હજુ બે દિવસ રાજ્યમાં કાળજાળ ગરમી પડી શકે છે.

ચોમાસાને લઈને રાજ્યના હવામાન વિભાગે અનુમાન લગાવતા જણાવ્યું છે કે આ વર્ષે કેરલમાં ચોમાસુ બેસવામાં થોડો વિલંબ થઈ શકે છે. જેના કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆતમાં પણ ત્રણથી ચાર દિવસ મોડું થશે. દર વર્ષે સમગ્ર ભારતમાં પ્રથમ કેરલ રાજ્યમાં ચોમાસું બેસતું હોય છે. કેરલ રાજ્યમાં આ વર્ષે 4 જૂનથી ચોમાસાની શરૂઆત થવાની છે. દર વર્ષે સામાન્ય રીતે મે મહિનાના અંતિમ દિવસોમાં ચોમાસુ બેસતું હોય છે.

આ વર્ષે ચોમાસાની શરૂઆત જૂન મહિનામાં થવાની છે. ગુજરાતમાં હવામાન વિભાગે ચોમાસાને લઈને અનુમાન લગાવતા જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસુ ત્રણ થી ચાર દિવસ નક્કી કરેલ તારીખથી મોડું બેસી શકે છે. પ્રથમ કેરલમાં ચોમાસાની શરૂઆત થયા બાદ ગુજરાતમાં 15 દિવસ બાદ ચોમાસાની શરૂઆત થતી હોય છે આ વર્ષે કેરળમાં 4 તારીખની આગળ પાછળ ચોમાસુ શરૂઆત થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યમાં 15 થી 30 જૂનની વચ્ચે ચોમાસુ શરૂ થશે.

હવામાન વિભાગે આગાહી દરમિયાન છેલ્લા પાંચ વર્ષના ચોમાસાના પૂર્વ અનુમાન અને ઓનસેટની તારીખ પણ જાહેર કરી છે. જેમા 2018માં 29 મેના રોજ કેરળમાં ચોમાસુ બેસવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. ત્યારે 29મે ના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી. વર્ષ 2021 માં 6 જૂનનું અનુમાન હતું ત્યારે 8 જુને ચોમાસાની શરૂઆત થઈ હતી. વર્ષ 2022માં 5 જૂન અનુમાન હતું ત્યારે 1 જૂને ચોમાસુ બેસી ગયું હતું. વર્ષ 2023માં 31 મેનુ અનુમાન હતું તેની સાપેક્ષમાં 3 જૂને ચોમાસુ બેઠુ હતું. 2024માં 27 મેનું અનુમાન લગાવ્યું હતું. ત્યારે 29 મેના રોજ ચોમાસું બેસી ગયું હતું.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વર્ષે ચોમાસુ ચારથી પાંચ દિવસ મોડું બેસી શકે છે. જેને લઇને હવામાન વિભાગે મોટી માહિતી આપી છે. હવામાન વિભાગ દ્વારા પવનની દિશા, સમુદ્રનું તાપમાન અને તેમાં થઈ રહેલા હલચલન, ભેજનું પ્રમાણને ધ્યાનમાં રાખીને ચોમાસાનું પૂર્વ અનુમાન જાહેર કર્યું છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું માધ્યમથી સારું રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *