ગુજરાતમાં આ તારીખથી મેઘરાજાનો પ્રચંડ અને તોફાની પાંચમો રાઉન્ડ શરૂ થશે, અંબાલાલ પટેલની રુવાડાં ઉભા કરે એવી આગાહી…
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે વિરામ આપ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ફક્ત છૂટો છવાયોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. મેઘરાજાએ વિરામ આપતાંની સાથે જ ખેડૂતો ખેતરોમાં કામે લાગ્યા છે. પરંતુ હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો ઘાતક પાંચમો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ રાઉન્ડ દરમિયાન મેઘરાજા આ ભાગોમાં બઘડાટી બોલાવી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદને લઈને મોટી શક્યતા વ્યક્ત કરી છે. અગાઉ તેમણે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. પરંતુ બંગાળની ખાડીમાં સક્રિય થયેલ સિસ્ટમ ઉત્તર પૂર્વ તરફ ગતિ કરતા ગુજરાતમાં તેની કોઈ અસર જોવા મળી ન હતી. પરંતુ હવે ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડ બાદ વીન્ડ ગસ્ટને કારણે ભારે પવન સાથે તોફાની વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે 17 ઓગસ્ટથી 23 ઓગસ્ટની વચ્ચે મઘા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં વરસાદનો સૌથી ઘાતક પાંચમો રાઉન્ડની શક્યતા વ્યક્ત કરી છે. મઘા નક્ષત્ર દરમિયાન પડતો વરસાદ પાક અને જનજીવન માટે સારો ગણવામાં આવે છે. આ નક્ષત્ર દરમિયાન ચોમાસાનો સૌથી વધારે વરસાદ પડવાની મોટી આગાહી પણ આપી છે. આ વરસાદ કેટલાક વિસ્તારોમાં આશીર્વાદરૂપ ગણી શકાય છે. તો આ સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે નુકસાન રૂપ પણ સાબિત થશે.
અંબાલાલ પટેલે વરસાદના પાંચમાં રાઉન્ડને લઈને મોટી આગાહી કરતા જણાવ્યું છે કે 21 તારીખ બાદ આ પાંચમાં રાઉન્ડમાં ખૂબ જ પ્રચંડ અને તોફાની વરસાદ પડશે. જેને કારણે ગુજરાતની જીવા દોરી સમાન નદીઓ બે કાંઠે વહી શકે છે. તો ગુજરાતના મોટાભાગના ડેમો ઓવરફ્લો થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ રાઉન્ડ દરમિયાન રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં સામાન્યથી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે જોવા મળશે.
ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આ રાઉન્ડ દરમિયાન અનરાધાર વરસાદ પડી શકે છે. સાથે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુકાઈ શકે છે. જેને કારણે આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે. હવામાન વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. પરંતુ 17 તારીખ પછી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તીવ્ર રીતે સક્રિય થશે. જે અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.