રાષ્ટ્રીયપર્વ બગાડશે મેઘરાજા, આ વિસ્તારોમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાની મોટી આગાહી…
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ વરસાદે વિરામ જાહેર કર્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ અને છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી એક પણ જગ્યાએ ભારે વરસાદ પડ્યો નથી. ત્યારે હવે હવામાન ખાતા દ્વારા આવતીકાલે એટલે કે 15મી ઓગસ્ટના દિવસે રાજ્યના આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ભારે વરસાદને કારણે રાષ્ટ્રીય પર્વ એટલે કે 15મી ઓગસ્ટ બગડી શકે છે.
15 મી ઓગસ્ટના દિવસે સવારથી જ રાજ્યમાં વાતાવરણમાં ફેરફારો જોવા મળશે તેવું અનુમાન હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહતી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. આવતી કાલથી રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળશે. તો આ સાથે જ ભારે પવન પણ ફૂકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ જોવા મળી શકે છે. જેને કારણે આગામી પાંચ દિવસ સુધી માછીમારોનો દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.
હવામાન ખાતાની આગાહી મુજબ અમે તમને જણાવી દઈએ કે આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે. વરસાદનો આ રાઉન્ડ આગામી પાંચ દિવસ ચાલી શકે છે. આવતીકાલે વહેલી સવારથી જ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, રાજકોટ સહિતના વિસ્તારોમાં મેઘરાજા ભારે વરસાદથી પધરામણી કરી શકે છે.
રાજસ્થાનના ઉપરી ભાગમાં સક્રિય થયેલ વેલમાર્ક સિસ્ટમ ગુજરાત તરફ ફંટાતા આવતીકાલથી જ ભારે વરસાદ ગુજરાતને ધમરોળી શકે છે. આ સક્રિય સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ 15મી ઓગસ્ટ પછી ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી પર નજર કરીએ તો આશ્લેશા નક્ષત્રના અંતમાં એટલે કે 16 થી 21 ઓગસ્ટની વચ્ચે મઘા નક્ષત્રની શરૂઆતમાં ગુજરાતમાં ભારે વરસાદનું વહન આવી શકે છે. ગુજરાતમાં આ ભારે વરસાદને કારણે પુર અને જળંબાકારની સ્થિતિ પણ સર્જાશે, તેવું અનુમાન તેમણે લગાવ્યું છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.