ગુજરાતમાં ફરી મેઘરાજા મંડાશે, આ વિસ્તારોમાં આગામી 7 દિવસ વીજળીના કડાકાભડાકા સાથે ભારે વરસાદની હવામાન વિભાગની ભયાનક આગાહી…
સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી મેઘરાજા નારાજ થયા હોય તેવું જોવા મળ્યું છે. આજ વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક ફેરફાર થઈ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂત મિત્રો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 7 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજા ફરી પોતાની તોફાની બેટિંગ કરશે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, ગોધરા, સાપુતારા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમી ધારે પ્રસાદની શરૂઆત થઈ છે. ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો આગામી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ આગામી 7 દિવસ દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાથે સૌરાષ્ટ્ર ના તમામ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નવસારી, ડાંગ, ગોધરા અને સાપુતારા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
7 સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતમાં વરસાદની ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે અમદાવાદમાં 3 દિવસ વાદળછાયું વાતાવરણ બની રહેશે. 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. જેના કારણે ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દિવ, રાજકોટ અને જામનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.