મેઘરાજા ભુક્કા બોલાવશે, ભારે વરસાદના બે મોટા રાઉન્ડ અને 8 ઇંચ વરસાદ પડવાની અશોકભાઈ પટેલની મોટી આગાહી…

ગુજરાતના લોકો માટે એક સારા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નેઋત્યનું ચોમાસુ આજે આખા ગુજરાતમાં બેસી ગયું છે. ગુજરાતના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગરમી અને બફારા માંથી ગુજરાતના લોકોને રાહત જોવા મળી રહી છે. ત્યારે આવતા દિવસોમાં વરસાદના બે મોટા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાંત અને વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

અશોકભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આજે આખા ગુજરાતને આવરી લીધું છે. સમગ્ર દેશમાં ચોમાસાની વાત કરીએ તો માત્ર પશ્ચિમ રાજસ્થાન અને પંજાબ હરિયાણાના કેટલાક ભાગોમાં ચોમાસુ બેસવાનું બાકી રહ્યું છે. બાકી સમગ્ર ભારતમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે સાયક્લોરિક સર્ક્યુલેશન, ટફ, લો પ્રેશર જેવી સાનુકૂળ સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં સક્રિય થઈ છે. જેને કારણે રાજ્યમાં સારા વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. જેથી રાજ્યના અનેક ભાગોમાં 200mm કરતા પણ વધુ વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે.

ગુજરાતના વાતાવરણમાં ચોમાસાના પ્રવેશની સાથે સાથે એક વધુ સાનુકૂળ સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ હાલ મધ્યપ્રદેશ તરફ ગતિ કરી રહી છે અને ત્યારબાદ તે ગુજરાત તરફ આવવાની છે. બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્રમાં પણ અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. આ બંને સિસ્ટમ વચ્ચે ટર્ફ સર્જાશે. જેને કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ લાવશે.

અશોકભાઈ પટેલના અનુમાન અનુસાર 3 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આઠ ઇંચ થી વધુ વરસાદ પણ પડી શકે છે. ત્રણ જુલાઈ બાદ પાંચ જુલાઈ સુધી વરસાદનો બીજો રાઉન્ડ આવશે. જે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તબાહી મચાવી શકે છે. હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને લઈને મોટી સંભાવના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *