માવઠું ખેડૂતોને લોહીના આંસુ રડાવશે, 13થી 18 તારીખમાં આ 10 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે માવઠું વિનાશ કરશે, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે એકસાથે કરી મોટી આગાહી…

રાજયમાં ફરી એક વખત વરસાદનો માહોલ જામ્યો છે. ત્યારે હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા 18 મી તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા શુક્રવારે રાત્રે પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હાલ અરબ સાગરમાં મોટી અસ્થિરતા છે. જોકે, આ અસ્થિરતા આપણાથી ઘણી દૂર છે. છતાં પણ આવો માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, 13 થી 18 ઓક્ટોબરની વચ્ચે વધુ એક માવઠાનો રાઉન્ડ થવાની સંભાવના છે. આ માવઠાને કારણે નુકસાન થવાની શક્યતા છે. કારણ કે, હાલ પાકનું હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે. જેથી પાકમાં નુકસાન થઈ શકે છે. આ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. આ ઓક્ટોબરમાં પણ માવઠું થવાનું છે જેનાથી પણ ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે.

હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, આજે શનિવારે અને રવિવારે પોરબંદર,  ગીર સોમનાથ, ભાવનગર,  ખેડા, અરવલ્લી, પંચમહાલ, જૂનાગઢ, અમરેલી, અમદાવાદ, આણંદ, મહીસાગર,  દાહોદના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

14થી 18 તારીખમાં દ્વારકા, મોરબી, જામનગર,  સુરેન્દ્રનગર, રાજકોટ, મહીસાગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,  અમદાવાદ, આણંદ, ગીર સોમનાથ, ભાવનગર, ખેડા, અરવલ્લી,  પંચમહાલ, દાહોદના અમુક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, નવસારી, તાપી, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *