લાપસી બનાવી નાખો, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ચોમાસું થયું સક્રિય, ત્રણ દિવસ સુધી આ ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી..
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3-4 દિવસમાં ચોમાસું ઉત્તર ગુજરાતને કવર કરી શકે છે. 26થી 28 જૂન સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે 29 અને 30 જૂનના રોજ સાર્વત્રિક વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મજુબ આગામી બે-ત્રણ દિવસમાં છૂટો છવાયો વરસાદ વરસવાની સંભાવના છે અને ચાલુ માસના અંતે ચોક્કસ વિસ્તારોમાં ધોધમાર વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે.
28 થી 30 જૂન દરમિયાન સારા વરસાદની અપેક્ષા છે. ઉતર ગુજરાતના ખેડૂતો સરેરાશ દોઢથી અઢી ઇંચ વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.
6 વર્ષ બાદ જૂનમાં નબળા વરસાદની સ્થિતિ રહી છે. આ અગાઉ 2018 માં સરેરાશ માત્ર 2 મીમી વરસાદ રહ્યો હતો. ઉપરાંત 2019માં 3 ઇંચ, 2020માં સાડા 6 ઇંચ, 2021માં પોણા 6 ઇંચ, 2022માં સવા એક ઇંચ તેમજ 2023માં પોણા 6 ઇંચ વરસાદ પડ્યો હતો.
વરસાદી માહોલના કારણે દિવસનું તાપમાન 5 ડિગ્રી સુધી ઘટતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી નીચે રહ્યો હતો.9
મહેસાણામાં 36.2, પાટણમાં 36.2, ડીસામાં 37.1, હિંમતનગરમાં 36.9 અને મોડાસામાં 38 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.વરસાદી માહોલના કારણે અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો. પંખા, કુલર કે એસી વગર ન રહી શકાય તેવા ત્રાસદાયક રહ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3-4 દિવસમાં ચોમાસું ઉત્તર ગુજરાતને કવર કરી શકે છે. 26 થી 28 જૂન સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે, 29 અને 30 જૂનના રોજ સાર્વત્રિક વરસાદની શક્યતા છે.
પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, દાહોદ, મહીસાગર, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.