રાડો પાડી જાહેર કરી દો, આ વર્ષે ભાદરવો ગાભા કાઢશે, ગુજરાતમાં સતત આટલા મહિના વરસાદ પડવાની પરેશ ગોસ્વામીએ કરી ટાંટીયા થથરાવે એવી આગાહી…

વરસાદની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો એટલે કે ભાદરવો મહિનો બહુ મહત્ત્વનો હોય છે. સપ્ટેમ્બર મહિનામાં પડતો વરસાદ ફાયદાકારક અને નુકસાનકારક પણ હોય છે. શિયાળું પાક અને ઉનાળું પાકની દ્રષ્ટિએ પણ સપ્ટેમ્બર મહિનાનો વરસાદ મહત્ત્વનો હોય છે. આ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 5-6 વર્ષથી વેધર સાયકલ ચેન્જ થઈ છે તે પ્રમાણે આપણે પાછોતરું વરસાદ વધારે પડે છે. સપ્ટેમ્બરમાં વધુ પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યા છે. આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારા વરસાદ થવાના છે.

2025ના વર્ષના ચોમાસામાં ભાદરવો ભરપૂર રહેવાનો છે. જુન, જુલાઈ અને ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ પણ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનાની એવરેજ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે.

સપ્ટેમ્બરના 8-9 દિવસ બની શકે કે વરસાદ ન હોય, બાકી 20-21 દિવસ વરસાદ જોવા મળશે. 8-9 દિવસનો ગેપ એકધારો નહીં પરંતુ છૂટોછવાયો હશે. આ મહિનામાં હેલીનો માહોલ જોવા મળશે.

સપ્ટેમ્બર મહિનાના વરસાદ દરમિયાન અનેક જગ્યાએ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે. એટલે કે વરસાદ સાથે પવનનું પ્રમાણ પણ હશે. ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને, સપ્ટેમ્બર મહિનો ખૂબ અગત્યનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *