વાવાઝોડાની મોટી ઘાત ટળી પરંતુ આફત હજુ બાકી, રાજ્ય માટે આ ત્રણ દિવસ ભારે, અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી મુકે એવી આગાહી….

અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલ બીપોર જોય વાવાઝોડાની ઘાતક અસરને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે નુકસાની જોવા મળી છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કચ્છ અને બનાસકાંઠા સહિતના ભાગોમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. આવી સ્થિતિમાં અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આફતની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વાવાઝોડાની મોટી ઘાત ટળી છે પરંતુ હજુ રાજ્યના આ વિસ્તારોમાં નદીઓમાં પૂર આવે તેવો ઘાતક વરસાદ પડી શકે છે. વાવાઝોડું હવે શાંત પડ્યું છે પરંતુ હજુ તેની અસર દેખાઈ રહી છે. રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગમાં ગાજવીજ સાથે વરસાદ અને આંચકાનો પવન ફૂંકાઇ રહ્યો છે.

અંબાલાલ પટેલે રાજ્યમાં થંડર સ્ટોમ એક્ટિવિટીને લઈને મોટી સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે 18 19 અને 20 તારીખ ગુજરાત માટે ભારે રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો જેવા કે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી સહિતના વિસ્તારોમાં હજુ ભારેથી અધિક ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હવે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર હજુ ઉત્તર ગુજરાતના અને રાજસ્થાનના વિસ્તારોમાં 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની અસર દેશના અમુક ભાગોમાં 20 થી 21 જૂન સુધી જોવા મળી શકે છે અને ત્યારબાદ ગુજરાતમાં 26 જુન બાદ નૈઋત્યનું ચોમાસુ સક્રિય થઈ શકે છે. ખેડૂતો માટે આ એક સારા સમાચાર ગણી શકાય છે.

વધુ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 21 જૂન આજુબાજુ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ થઈ શકે છે. જે 28 જૂને ડિપ્રેશનમાં ફેરવાશે અને 1 જુલાઈ થી 8 જુલાઈની વચ્ચે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ આવી શકે છે. જેને કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ધોધમાર નદીઓમાં પુર આવે તેવો વરસાદ ખાબકી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *