મઘા નક્ષત્ર જશે કોરું ધાકડ, રાજ્યમાં હજુ આ તારીખ સુધી વાયરું ફૂંકાશે, અંબાલાલ પટેલની રુવાડાં ઉભા કરે એવી આગાહી…
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ વરસાદે વિરામ આપ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં વરસાદી વિરામ રહેવાની અંબાલાલ પટેલ દ્વારા રુવાડાં ઉભા કરે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે હજુ મઘા નક્ષત્ર સંપૂર્ણ રીતે કોરું જશે. હાલ ભારે વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ વરસાદ હેઠળ ખેતી કરવામાં આવે છે.
ગુજરાતમાં વરસાદી વિરામના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના 75% થી વધારે હેક્ટરમાં ચોમાસુ વરસાદ હેઠળ પાક ઉગાડવામાં આવે છે. ગુજરાતના હાલ મોટા ભાગમાં વરસાદની ખૂબ જ જરૂરીયાત છે. આવા સમયે વરસાદ ન મળતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ ખેડૂતો માટે એક ભયજનક આગાહી વ્યક્ત કરી છે.
ગુજરાતમાં વરસાદની અછત જોવા મળતા ખેડૂતો મુંજવણમાં મુકાયા છે. સૌરાષ્ટ્રના ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની મોટી માત્રામાં જરૂરિયાત છે. પરંતુ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 1 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં મોટી સિસ્ટમ સક્રિય થવાની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. 27 ઓગસ્ટ બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફક્ત છૂટોછવાયોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં મોટી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમને કારણે બંગાળની ખાડીમાં નાના મોટા લો પ્રેશર બનશે. જેથી 27 ઓગસ્ટ બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફક્ત છૂટો છવાયોથી મધ્યમ વરસાદની શરૂઆત થશે. ભારે વરસાદની કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી નથી.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વર્ષે મઘા નક્ષત્ર સંપૂર્ણ રીતે કોરું જશે. ખેડૂતોને પિયતની સગવડ હોય તો પાકને પાણી આપી દેવું. કેમકે હજુ આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે સિસ્ટમ સક્રિય થવાની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડ્યો છે પરંતુ મધ્યમ તબક્કામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.