બંગાળની ખાડીમાં બન્યું લો પ્રેશર, આ તારીખથી ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, પરેશ ગોસ્વામીએ આપી મોટી આગાહી…
હાલ આપણે અલનીનોની ખરાબ કન્ડિશન માંથી પસાર થઈ રહ્યા છીએ. વર્ષ 2023નો ઓગસ્ટ મહિનાએ 123 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. આ વર્ષે ઓગસ્ટ મહિના દરમિયાન સૌથી ઓછો વરસાદ ગુજરાતમાં જોવા મળ્યો છે. તેનું મુખ્ય કારણ આ વર્ષે ચોમાસાની સાયકલમાં થયેલ બદલાવ છે. ચોમાસાની શરૂઆતમાં જ પ્રથમ બે મહિના દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો પરંતુ ઓગસ્ટ મહિનો સંપૂર્ણ રીતે કોરો ગયો છે. ત્યારે હવે સપ્ટેમ્બર મહિનામાં કેવો અને કેટલો વરસાદ પડશે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે હવે સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદના યોગ જોવા મળી રહ્યા છે. એકંદરે ઓગસ્ટ મહિના કરતાં આ વર્ષે સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી જ વાતાવરણમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે.
આયોની પોઝિટીવ થતા ગુજરાતમાં વાતાવરણ ભેજવાળું અને વાદળ છાયું જોવા મળ્યું છે. આ એક વરસાદના સારા સંકેત ગણી શકાય છે. ગઈકાલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભિન્ન ભાગોમાં મંડાણ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળ્યા હતા. નિષ્ક્રિય ચોમાસુ ફરી એકવાર સક્રિય થઈ શકે છે. તેવી શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં આજથી જ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેને કારણે આગામી બે થી ત્રણ દિવસમાં આ કરંટ લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ શકે છે અને ત્યારબાદ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે અને જોરદાર વરસાદનું વહન ભારત સહિત સમગ્ર ગુજરાતને તરબોળ કરી શકે છે. તેવી શક્યતા પરેશભાઈ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
5 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે તેવી શક્યતા પરેશભાઈએ આપી છે. આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં એકલો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો પાકને ઉપયોગી રૂપ વરસાદ પડી શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો, જેથી તમામ ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે.