ગામના પાદરે પાટિયું મારી દેજો, આજે ગુજરાતના આ 25 જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ ધડબડાટી બોલાવશે, હવામાન વિભાગની મોટી આગાહી…
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત ભરમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેરની શક્યતાઓ ઉભી થઈ છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે 25 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 22મી જૂનથી 29મી જૂન સુધીમાં ચોમાસું રાજ્યમાં દરેક જિલ્લામાં પહોંચી જશે. એટલે કે 22થી 30મી જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરા, બનાસકાંઠા, આણંદ, અમરેલી સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરત, પોરબંદર, નવસારી, ગીર સોમનાથ સહિત જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તાપી સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.