ડીજે વગાડી જાહેર કરી દો, હજુ ગુજરાતના આ ભાગોમાં ખાબકશે 20થી 25 ઈંચ વરસાદ, પરેશ ગોસ્વામી અને અંબાલાલની આભ ફાડે એવી આગાહી…
ગુજરાતમાં કાલથી જ વરસાદનો ભારે ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવી રહ્યા છે એવી સ્થિતિમાં હજુ હવામાન વિભાગ દ્વારા આજે બપોરથી જ ફરી એકવાર સાંબેલાધાર વરસાદ પડવાની મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને વેધર એનાલિસ્ટ એવા પરેશ ગોસ્વામી દ્વારા આ ભાગોમાં વરસાદ ભુક્કા કાઢી નાખે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે 20 થી 23 તારીખની વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 36 કલાકમાં ગુજરાતમાં વરસાદનું જોર એકદમ વધી શકે છે. તેને કારણે વલસાડ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં 20 ઇંચથી વધારે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
વધુમાં આગાહી કરતા પરેશભાઈએ જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સારામાં સારો વરસાદ પડવાની શક્યતા આપી છે. સમગ્ર ગુજરાતમાં આ તારીખો દરમ્યાન સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ મુશળધાર વરસાદ ખાબકી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેમાં એક સાથે વેલમાર્ક સિસ્ટમ સક્રિય થવાને કારણે 20 થી 25 તારીખની વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છ અને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ભુક્કા કાઢી નાખે તેવો ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદ ખૂબ જ ભારે રહી શકે છે. દક્ષિણ ગુજરાતથી લઈને કચ્છ સુધી આગામી ત્રણ દિવસ ભુકા કાઢે એવો વરસાદ પડશે. ગુજરાત ઉપર મેઘરાજા કોપાઇમાન થઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં 20થી 25 ઇંચ ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં ઘોડાપૂર આવી શકે છે. પૂરને કારણે રાજ્યના ઘણા બધા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબકાર અને પૂરની પરિસ્થિતિ સર્જાશે. અંબાલાલ પટેલની આગાહીને કારણે હાલ ચારે કોર હાહાકાર મચી ગયો છે. ગુજરાતના તમામ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સાર્વત્રિક ભારે વરસાદનો કહેર જોવા મળશે.