આજુ બાજુમાં જાહેર કરી દો, 25, 26 અને 27 તારીખમાં આ જીલ્લાઓમાં પડશે અનરાધાર વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી…

ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ પણ પડી ચૂક્યો છે અને હજી ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

25 તારીખના રોજ ગુજરાતના ગણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા માં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા માં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવેલ આગાહી મુજબ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. અમુક ભાગોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પણ પડી શકે છે.

26 તારીખના રોજ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદયપુર અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઘણા સ્થળો પર હળવાથી માધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ અમુક સ્થળો પર હળવાથી માધ્યમ વરસાદની શક્યતા છે.

27 તારીખના રોજ રાજ્યના 2 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં નવસારી અને વલસાડ સમાવેશ થય છે. બાકીના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઘણા સ્થળો પર હળવાથી માધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે અમુક સ્થળો પર હળવાથી માધ્યમ વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *