ટેન્શન છોડી દો, 21,22 અને 23 તારીખે ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ગાભા કાઢશે, હવામાન વિભાગની મોટી આગાહી…

ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતા ઓછી થઇ રહી છે અને જાણે તાપમાન ઊંચુ જઇ રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. જેના કારણે અનેક ગુજરાતીઓના મનમાં એક જ સવાલ છે કે, અમારે ત્યાં ક્યારે વરસાદ પડશે. ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ અને તાપમાન અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળોએ તાપમાન વધવા પાછળનું કારણ એ છે કે, ઉત્તર ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે જેના કારણે ત્યાં ગરમીનું પ્રમાણ હાલ વધી રહ્યુ છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, અમદાવાદમાં ડિસકમ્ફર્ટની સ્થિતિ બની હતી જેના કારણે ગઇકાલે (19મી ઓગસ્ટ) તાપમાનમાં વધારો નોંઘાયો હતો. આજે પણ આવી સ્થિતિ બનવાની સંભાવના છે.

આ સાથે તેમણે જણાવ્યુ કે, સાત દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લા કવર છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. બીજા દિવસે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ અને ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.

આ સાથે મોસમ વૈજ્ઞાનિકે જણાવ્યુ છે કે, બીજા દિવસે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ અને ભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે. (21મી તારીખનો મેપ)

તેમણે જણાવ્યુ કે, સાતમા દિવસે ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. (22મી તારીખનો મેપ)

રામાશ્રય યાદવે આજ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ અંગે જણાવતા કહ્યુ છે કે, આ બંને શહેરોમાં હળવા વરસાદની આગાહી છે. આ સાથે તેમણે ગુજરાતમાં કુલ વરસાદ અંગે જણાવ્યુ કે, 1 જૂનથી આજ સુધી બે ટકા વધારે વરસાદ નોંઘાયો છે (23મી તારીખનોમેપ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *