હવે ખમૈયા કરો અંબાલાલ પટેલ, હજુ આગામી 24 કલાકમાં ગુજરાતના આ ભાગોમાં પડશે 30 ઇંચથી વધુ વરસાદ, ફાટફાટ જાણી લો અંબાલાલ પટેલની ડરામણી આગાહી…
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 200 થી વધારે તાલુકાઓમાં અત્યંત ભારે વરસાદ જોવા મળ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે તો કચ્છના કેટલાક વિસ્તારોમાં પુર અને જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. આવી સ્થિતીમાં હજુ હવામાન અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી 48 કલાક માટે અત્યંત ભારે આગાહી આપવામાં આવી છે.
અંબાલાલ પટેલે કહ્યુ કે, 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આવી સ્થિતિ યથાવત રહેશે. આજે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમા 30 ઓગસ્ટ પછી વરસાદની ગતિ થોડી ધીમી પડશે. મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 2 થી 6 ઈંચ વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં 30 ઇંચથી વધારે વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાતમાં 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ફરી 30 થી 31 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમબર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી છે. 2 થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. 12 થી 15 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી છે.
આગામી 36 કલાક બહુ જ ડેન્જર છે. ખાસ કરીને અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, અને કચ્છના દરિયાઈ કાંઠા માટે આગામી 36 કલાક બહુ જ ભારે છે. આ તમામ જિલ્લા આગામી 36 થી 40 કલાક માટે ડેન્જર ઝોનની સ્થિતિમાં છે. આ જિલ્લાઓને સુપર રેડ એલર્ટ આપી શકાય. કારણ કે, આ જિલ્લાઓમાં હવે જે વરસાદ આવશે તે કેટલાક વર્ષોનો રેકોર્ડ તોડી નાંખે તેવો વરસાદ લાવશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારેની વરસાદ અને જળબંબાકારની આગાહી તેમણે કરી છે. તેમણે બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.